દેશમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકોને Corona vaccine આપવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી

દેશમાં કોવીડ-19નું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, જેને ધ્યાનમાં લઈને Corona vaccine આપવામાં વયમર્યાદા ઘટાડવાની માંગ કરાઈ છે.

દેશમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકોને Corona vaccine આપવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 3:32 PM

કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને Corona vaccine આપવામાં આવી રહી છે. આજે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવે. અગાઉ પણ ઘણા રાજકીય પક્ષો રસીકરણ માટેની વયમર્યાદા ઘટાડવાની માંગ કરી ચુક્યા છે.

સુપ્રીમકોર્ટમાં જાહેર હિતની અરજી એડવોકેટ રશ્મિ સિંહે સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવા માટે તમામ યુવાનો અને કામ કરનારા લોકોનું વ્યાપક રસીકરણ કરવું જરૂરી છે.અરજીમાં એક તર્ક આપીને દલીલ કરવામાં આવી છે કે હાલ 45થી વધુ ઉમરના લોકોને Corona vaccine બે ડોઝ વચ્ચે છ થી આઠ અઠવાડિયાનું અંતર રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રસીકરણમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓનો વારો આવશે ત્યાં સુધી કોરોના વાયરસ ઝડપથી ફેલાશે અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે.

રસીકરણમાં વધારો કરવાની જરૂર અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સહિત ઘણા નિષ્ણાતોએ કોરોના રસીકરણમાં વધારો કરવાની માંગ કરી છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 17,37,539 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 11,72,23,509 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કેટલાક નિષ્ણાતોએ સૂચવ્યું છે કે પરિસ્થિતિને પહોંચી વળવા ભારતે દરરોજ ઓછામાં ઓછા 1 કરોડ ડોઝ આપવાની જરૂર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહારાષ્ટ્રમાં 18 થી વધુ વયના લોકોને રસી આપવાની માંગ અગાઉ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ભયાનક ગતિને ધ્યાનમાં રાખીને શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને Corona vaccine આપવાની માંગ કરી હતી. આ અંગે તેમણે કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો.હર્ષ વર્ધનને એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, “હું તમને વિનંતી કરું છું કે મંત્રાલયના આ વલણની સમીક્ષા કરો અને 45 વર્ષથી ઓછી વયના લોકોને અને ઓછામાં ઓછી 18 અને તેથી વધુ લોકોને રસી આપવામાં આવે જેથી તેઓને સલામત રીતે કાર્ય કરી શકે.”

દેશમાં કુલ 11,72,23,509 રસીના ડોઝ અપાયા દેશભરમાં અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજારથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લાં 24 કલાક દરમિયાન 27 લાખ30 હજારથી વધુ લોકોનું રસીકરણ કરાયું છે અને 2 લાખ 17 હજાર 353 કોવિડના નવા કેસ નોંધાતા અત્યાર સુધીમાં દેશમાં 1 કરોડ 42 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 1હજાર 183 મૃત્યુ થતા દેશમાં કુલ મૃત્યુઆંક એક લાખ 74 હજાર 308 થયો છે. કોવિડ–19 માંથી સાજા થવાનો દર ઘટીને 87.80 ટકા થતા છેલ્લાં 24 કલાકમાં દેશમાં એક લાખ 18 હજારથી વધુ કોવિડના દર્દીઓ સાજા થયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં એક કરોડ 25 લાખથી વધુદર્દીઓ સાજા થયા છે. હાલમાં દેશમાં 15 લાખ 69 હજારથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">