Pfizer Vaccine: વેક્સિનની અછત વચ્ચે રાહતનાં સમાચાર, દેશમાં આવતા મહિનાથી આવી શકે છે ફાઇઝર વેક્સિન

Pfizer Vaccine : હાલમાં દેશમાં કોરોનાને નાથવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ(Cure) વેક્સિનને જ માનવામાં આવે છે. સરકાર પણ વેક્સિનનાં અભિયાનને (Vaccination Programme) વેગ આપવા માટે પ્રયત્નો કરી રહી છે.

Pfizer Vaccine: વેક્સિનની અછત વચ્ચે રાહતનાં સમાચાર, દેશમાં આવતા મહિનાથી આવી શકે છે ફાઇઝર વેક્સિન
Corona Vaccine: News of relief amid vaccine shortage may hit country from next month
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 03, 2021 | 7:11 PM

Pfizer Vaccine : હાલમાં દેશમાં કોરોનાને નાથવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ(Cure) વેક્સિનને જ માનવામાં આવે છે. સરકાર પણ વેક્સિનનાં અભિયાનને (Vaccination Programme)વેગ આપવા માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ હાલ વેક્સિનની અછતને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે એક રાહતનાં સમાચાર મળી રહ્યા છે કે જો સરકારની મંજુરી મળશે તો ભારતમાં ફાઇઝર(Pfizer) રસીનો પહેલો જથ્થો આવતા મહિનાથી આવે તેવી સંભાવના છે.

ભારતમાં રશિયાની સ્પુતનિક(Sputnik)વેક્સિનને માન્યતા આપ્યા બાદ  હવે બીજી વિદેશી વેક્સિન(Foreign Vaccine) પણ ભારતમાં મંજુરી  મેળવવા માટે  થનગની રહી છે. જો ફાઈઝર વેકિસનને મંજુરી (Approval)આપવામાં આવશે તો દેશમાં આવતા મહિનાથી ચાર કંપનીઓની વેક્સિન લગાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે,અમેરિકાની ફાઇઝર કંપનીએ  દેશમાં નિયમનકારો પાસેથી મુક્તિ માંગી હતી. ત્યારે સરકારે આ દિશામાં નિયમનકારી કાનૂની અવરોધોને(Legal hurdles) હળવા કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, માત્ર અમેરિકાએ(America) જ નહિ પરંતુ અન્ય દેશોએ પણ રસીની મંજુરી માટે છુટ આપવાની માંગ કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સરકાર અને ફાઇઝર કંપની વચ્ચે સહમતિ

એક અહેવાલ મુજબ ભારત સરકાર અને અમેરિકન કંપની ફાઈઝર વચ્ચે વળતર અને ખરીદીની પ્રક્રિયા અંગે હજુ અંતિમ સમજૂતી(Agreement) થઈ નથી, પરંતુ બંને પક્ષો પાસેથી રસીની ખરીદી અંગે સર્વસંમતિ(consensus) સાધવામાં આવી છે અને સરકાર વળતરને સંપૂર્ણ મુક્તિ આપી શકે છે.

ફાઇઝરને ભારત ઉપરાંત યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(U.S Foods and Drug Administration), યુરોપિયન(European)મેડિસિન એજન્સી, મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી યુકે, ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) અને મેડિકલ ડિવાઇસ એજન્સી જાપાનમાંથી પણ આવા મર્યાદિત ઉપયોગમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ ફાઇઝરની રસીને ડબ્લ્યુએચઓની(WHO) ઇમરજન્સી યાદીમાં પણ સ્થાન મળ્યું છે.

ફાઈઝર પાંચ કરોડ વેક્સિનનાં ડોઝ મોકલી શકે છે

એક અહેવાલ મુજબ ફાઇઝરે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે ભારતને 50 મિલિયન ડોઝ આપવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાની કંપની ફાઇઝરે કહ્યું હતું કે કંપની 2021માં જ 50 મિલિયન(Million) રસીઓ આપવા માટે તૈયાર છે પરંતુ વળતર સહિત કેટલીક નિયમનકારી શરતોમાં છુટછાટની(Relaxation) માંગ કરી છે.  ફાઈઝરે ભારતને જુલાઈમાં એક કરોડ, ઓગસ્ટમાં 10 મિલિયન અને સપ્ટેમ્બરમાં 20 મિલિયન અને ઓક્ટોબરમાં 10 મિલિયન રસી આપવાની ખાતરી આપી છે.

મહત્વપૂર્ણ છે કે,ફાઇઝરે આ રસીની સંભવિત આડઅસરો (Side effects)અંગે રક્ષણ ની માંગ કરી છે, જેના પર ભારત સરકાર દ્વારા સંમતિ આપવામાં આવી છે. સામાન્ય રીતે, જો કોઈ દવા અથવા રસીની કોઈ ખરાબ અસરો નોંધાય છે, તો કંપનીએ વળતર આપવાનું રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સની(United State) ફાઇઝર  સહિત અન્ય દેશોએ પણ રસીની મંજુરી માટે છુટછાટ આપવાની માંગ કરી છે. જો સરકાર દ્વારા છુટ આપવામાં આવશે તો વેકસિનનેસન અભિયાનને વધુ વેગ મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">