Corona Vaccine Launch LIVE: કોરોનાના કાળ સમાન રસીકરણનો આજથી 3006 સેન્ટરમાં પ્રારંભ

| Updated on: Jan 16, 2021 | 12:57 PM

વિશ્વના અનેક દેશ ભારતની વસ્તીને કમજોરી માનતા હતા. ભારતે સાબિત કરી દિધુ કે વધુ વસ્તુ એ ભારતની તાકાત છે. રસીકરણ અંગે વિશ્વના અનેક દેશ આશાભરી નજરે ભારત તરફ જોઈ રહ્યાં હોવાનુ કહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Corona Vaccine Launch LIVE: કોરોનાના કાળ સમાન રસીકરણનો આજથી 3006 સેન્ટરમાં પ્રારંભ
કોરોનાના કાળ સમાન રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ

કોરોનાના કાળ સમાન રસીકરણનો (corona Vaccination ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી સમગ્ર દેશમાં પ્રારંભ કરાવ્યો. વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનમાં 3006 સેન્ટર પરથી કોરોના વોરિયર્સ એવા તબીબી જગત સાથે જોડાયેલાઓને પ્રથમ તબક્કામાં પ્રાધાન્ય આપવામાં આવશે. રસીકરણના પ્રથમ દિવસે દેશભરમાં 3 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિડીયો કોન્ફરન્સ દ્વારા, વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા, દેશને સંબોધન ક્યુ હતું. કોરોનાકાળમાં દેશવાસીઓએ વેઠેલી પિડા, વેદનાનની વ્યથા વ્યક્ત કરતા મોદી ભાવુક થઈ ગયા હતા.  દેશના વિવિધ રાજ્યોમાં નિર્ધારિત કરાયેલ 3006 રસી કેન્દ્રો ઉપરથી, કેન્દ્ર દીઠ 100 લોકોને રસી આપવામાં આવશે.

દેશમાં કોરોના વેક્સિન તરીકે, કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. મેડ ઈન ઈન્ડિયા રસી બાબતે ભારત વિશ્વમાં ગર્વ લઈ રહ્યુ છે.  કેન્દ્ર શાસિત પ્રદેશ અને વિવિધ રાજ્યો માટે, 1 કરોડ 65 લાખ રસીના ડોઝ ખરીદવામાં આવ્યા છે. પ્રથમ તબક્કા બાદના બીજા તબક્કામા રાજ્ય અને કેન્દ્રના સુરક્ષાદળના જવાનો, પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ મહાનગરપાલિકાઓના કર્મચારીઓ, મહેસુલી કર્મચારીઓ સહીત બે કરોડ લોકોને રસી આપવામાં આવશે. ત્યાર બાદ રસીકરણ મહાઅભિયાનના તબક્કામા 50 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓ અને ગંભીર બિમારીથી પિડાતા નાગરિકોને રસી આપવામાં આવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Jan 2021 11:06 AM (IST)

    રસી લાગ્યા બાદ પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા મોદીની અપિલ

    રસી લાગી ગઈ તો સુરક્ષિત એવુ નથી. દવા પણ અને કડાઈ પણ એ નવા સૂત્રને અપનાવવા વડાપ્રધાને અપિલ કરતા રહ્યું કેે, દેશના નાગરિકોએ રસી લીધા બાદ પણ કોરોનાની ગાઈડલાઈન છે બે ગજની દુરી, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ પડશે. રસી તૈયાર કરવામાં સંકળાયેલા લેબોરેટરની નાના કર્મચારીથી માંડીને મોટા વૈજ્ઞાનિક સુધીના તમામ લોકોનો મોદીએ આભાર માન્યો હતો.

  • 16 Jan 2021 11:03 AM (IST)

    ભારતમાં કોરોનાથી મરનારા ઓછા, સાજા થનારાઓની સંખ્ય વધુ

    ઈસરો, ડીરડીઓ સહીતની સંસ્થા કેવી રીતે કામ કરી શકે છે તે સૌએ જોયુ છે.,કોરોનાથી મરનારાની સંખ્ય ઓછી છે. અે સારા થનારાની સંખ્યા વધુ છે. દેશના અનેક જિલ્લા એવા પણ છે કે કોરોનાથી એક પણ મૃત્યુ નથી નોંધાયું. ભારત એ ગણતરીના જ દેશમાંથી એક છે. 150થી વધુ દેશમા જરૂરી દવા અને જરૂરી સહાય મોકલાઈ હતી. વિશ્વના અનેક દેશના નાગરિકોને આ મહામારીમા બચાવવા કામ કર્યુ છે. વિશ્વ આજે પણ ભારત સામે આશાભરી મિટ માડી રહ્યું છે. આપણા અનુભવનો લાભ વિશ્વને મળશે. માનવતાના હિતમાં આપણી તાકાત ઉપયોગમાં આવા તે આપણો હેતુ છે. રસીકરણના આ મહાઅભિયાન લાબું ચાલશે.

  • 16 Jan 2021 10:59 AM (IST)

    આરોગ્ય ક્ષેત્રે ભારતની શક્તિને વિશ્વ માનતુ થયુ છેઃ મોદી

    લોકડાઉન, તાળી, થાળી વડે મનોબળ મજબૂત કર્યું, સામાર્થ્યવાન દેશ પણ કોરોના સામે ટકી ના શક્યા. જે લોકો જ્યા હોય ત્યા જ રહે એ એક જ ઉપાય હતો. આટલી બધી વસ્તીને ઘરમાં રાખવી અસંભવ હતુ પણ તેનો વિચાર કરીને જ કરાયુ હતુ. અર્થવ્યવસ્થા, લોકોની રોજીરોટી ઉપર શુ અસર થશે તે પણ વિચારાયુ હતુ. જાન હૈ તો જહાન હે એ ઉક્તિને ધ્યાને લઈને આપણે સફળ રહ્યાં છીએ. દેશવાસીઓ સાથે મે પણ સીધી વાતચીત કરી. દેશમાં જરૂરી વ્યવસ્થા કરી. દુનિયાની સામે ઉદાહરણ આપ્યુ. વિશ્વના અનેક દેશે તેમના નાગરિકોને ત્યજી દીધા હતા ત્યારેબારતે વંદે ભારત મિશન હેઠળ ભારતમાં લાવ્યા. વંદે મિશન કાર્યક્રમ હેઠળ 35 લાખ ભારતીયોને ભારતમાં લવાયા. આજે ભારતની તાકાત વિશ્વ માનતી થઈ છે.

  • 16 Jan 2021 10:55 AM (IST)

    આપણા દેશની વસ્તીને વિશ્વ આપણી કમજોરી ગણતા હતા, આપણે આપણી વસ્તીને શક્તિમાં ફેરવી નાખી

    રસીનો ડોઝ પહેલા તબીબી ક્ષેત્રના લોકોને આપીને એક તરફથી સમાજ પોતાનું ઋણ ચુકવી રહ્યું છે. કોરોના જેવી મહામમારીની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ના વિજ્ઞાન કે સમાજને. વિભિન્ન દેશમાંથી જે સમાચાર આવતા હતા તે ભારતીયોને વિચલિત કરી રહ્યાં હતા. તમામ દેશ ભારતની શક્તિ પ્રત્યે આશંકા વ્યક્ત કરતા હતા. આપણી વસ્તીને કમજોરી ગણાવતા હતા. આપણે તેને જ તાકાત બનાવી દીધી. લડાઈનો આધાર બનાવ્યો. ભારતમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો. આ ઘટનાના બે સપ્તાહ પૂર્વે જ હાઈલેવલ કમિટી બનાવી નાખી હતી. ગયા વર્ષે આ દિવસે સર્વેલન્સ કરવામાં આવતી. પ્રથમ એડવાઈઝરી જાહેર કરી હતી.

  • 16 Jan 2021 10:51 AM (IST)

    પહેલા વિદેશ ઉપર આધારિત રહેવું પડતુ હતુ, આજે આપણે આત્મ નિર્ભર બન્યા છીએ

    વડપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારત પાસે આજે 2300થી વધુ નેટવર્ક છે. શરૂઆતમાં માસ્ક, પીપીઈ કીટ, વેન્ટિલેટર સહીતની સામગ્રી બાબતે વિદેશમાં આધારિત રહેવું પડતું હતુ હવે આપણે આત્મ નિર્ભર થયા છીએ.  એક વ્યક્તિ, રાષ્ટ્ર, પરિવાર રૂપે બહુ સમજ્યા છીએ, શિખ્યા છીએ. આજે એ દિવસોને યાદ કરવું જરૂરી છે, બિમારને એકલા કરી નાખ્યા હતા. નાના બાળકોએ માતથીૂ રહેવું પડ્યુ હતું. ઈચ્છે તો પણ કઈ પણ નહોતી કરી શકતી. વૃધ્ધોને બિમારીથી સંધર્ષ કરવા મજબૂર બન્યા હતા. સંતાનો ઈચ્છે તો પણ સેવા નહોતી કરી શકતા, પરંપરાગતરૂપે વિદાય પણ નહોતી આપી શકાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા અને દેશવાસીઓએ કોરોનાકાળમાં વેઠેલી પિડાની વ્યથા રજૂ કરી હતી.

  • 16 Jan 2021 10:44 AM (IST)

    મેડ ઈન ઈન્ડિયા રસી, કોરોના સામેની લડાઈમાં નિર્ણાયક જીત અપાવશેઃ મોદી

    મેડ ઈન ઈન્ડિયા રસીમાં વિશ્વનો વિશ્વાસ વધશે. વિદેશી રસી કરતા ભારતની રસી બહુ સસ્તી અને ઉપયોગમાં સરળ છે. વિદેશમાં કેટલીક રસી એવી છે કે જેનો એક ડોઝની કિંમત 5000 અને માઈનસ 17 ડીગ્રીમાં રાખવી પડે છે. આપણે સ્ટોરેજથી ટ્રાન્સપોર્ટ સુધી ભારતીય વ્યવસ્થાને આધારે છે. કોરોના સામેની લડાઈમાં નિર્ણાયક જીત અપાવશે. સંકટ ગમે એટલુ મોટુ હોય પણ દેશવાસીઓએ ક્યારે હતપ્રભ નથી થયા.

  • 16 Jan 2021 10:41 AM (IST)

    અફવાઓથી દુર રહીને વેક્સિન લેવા માટે મોદીની અપિલ

    રસીકરણના પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે. જે વૃધ્ધ અને બિમાર છે તેમને બીજા તબક્કામાં રસી અપાશે. ચીન, ભારત અને અમેરિકા જ એવા દેશ છે કરોડોની સંખ્યામાં નાગરિકો છે. આથી આ સૌથી મોટો રસીકરણ અભિયાન છે. જે ભારતની સામાર્થ્ય દાખવે છે. આપણા વૈજ્ઞાનિક મેડ ઈન ઈન્ડિયા રસી બનાવીને આશ્વર્થ થયા બાદ જ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપાઈ છે. અફવાથી દુર રહેવાની અપિલ કરતા મોદીએ કહ્યું કે, ભારતની પ્રક્રિયાની દુનિયામાં વિશ્વાસ છે.

  • 16 Jan 2021 10:39 AM (IST)

    કોરોનાના બે ડોઝ લેવા જરૂરી, બે ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર જરૂરી

    રસીકરણ માટે ટ્રેકિગથી રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરાઈ છે. બીજો ડોઝ ક્યારે અપાશે તે પણ યાદ અપાશે. કોરોના રસીકરણના બે ડોઝ લેવા જરૂરી છે. બે ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર રાખવું પણ જરૂરી છે. ડોઝ લીધા બાદ પણ બે ગજની દૂરી જરૂરી છે. જો અસાવધાની રાખશો તો મુશ્કેલી થશે. એક વસ્તુ બહુ આગ્રહુપૂર્વક કહુ છુ કે જે રીતે કોરોનાનો મુકાબલો કર્યો તેમ રસીકરણ માટે રાહ જોજો. આ પ્રકારે દેશમાં સૌ પ્રથમવાર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

  • 16 Jan 2021 10:36 AM (IST)

    મેડ ઈન ઈન્ડિયા બે વેક્સિન તૈયાર, અન્ય કેટલીક વેક્સિન પણ ટુંક સમયમાં આવશેઃ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા કહ્યું કે, એક નહી બે બે મેડ ઈન વેક્સિન તૈયાર થઈ ગઈ છે. અન્ય કેટલીક વેક્સિન ઉપર પણ કામ ચાલી રહ્યું છે. આ ભારતના સામર્થ અને વૈજ્ઞાનિક ટેલેન્ટનુ ઉદાહરણ છે. આવી ઉપલબ્ધતા માટે રાષ્ટ્ર ક્યારેય માનવ જ્યારે જોર લગાવે તો પથ્થર પણ પાણી બની જાય છે. ભારતનું રસીકરણ અભિયાન મહત્વપૂર્ણ સિધ્ધાત ઉપર આધારીત છે. જેમને સૌથી પહેલા જરૂર છે તેમને પહેલા રસી લગાવાશે. ડોકટર્, નર્સ, સફાઈ કર્મચારી, મેડીકલ સ્ટાફ સૌથી પહેલા રસી કરણ માટે હક્કદાર છે.

Published On - Jan 16,2021 11:06 AM

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">