Vaccination In India: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 128 કરોડને પાર, 85 ટકાથી વધુ લોકોએ પ્રથમ ડોઝ લીધો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ સોમવારે કોરોના રસીના 71 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.

Vaccination In India: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 128 કરોડને પાર, 85 ટકાથી વધુ લોકોએ પ્રથમ ડોઝ લીધો
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:08 PM

Vaccination Update India: એક તરફ જ્યાં દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron  Variant)ને લઈને ખતરો વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોરોના સામે રસીકરણ અભિયાન (vaccination campaign) પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ દરમ્યાન આજે એટલે કે કોરોના રસીકરણ અભિયાનના 325માં દિવસે કોરોના રસીના 71 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે હવે કોરોના રસીકરણનો આંકડો 128 કરોડને પાર કરી ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ સોમવારે કોરોના રસીના 71 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે કોરોના રસીકરણનું કુલ કવરેજ વધીને 128.66 કરોડ થઈ ગયું છે. માહિતી અનુસાર અત્યાર સુધી દેશની 85 ટકાથી વધુ વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 2 કેસ સામે આવ્યા

બીજી તરફ મહારાષ્ટ્રમાંથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસ નોંધાયા છે. આ પછી રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 10 થઈ ગઈ છે. 25 નવેમ્બરે જોહાનિસબર્ગનો એક 37 વર્ષીય વ્યક્તિ મુંબઈ આવ્યો હતો. તેની સાથે તેનો એક મિત્ર પણ અમેરિકાથી મુંબઈ આવ્યો હતો. હવે બંને ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે વિદેશથી પરત ફરેલા બંને લોકોને ફાઈઝરની રસી મળી છે. રસીકરણ કરાવ્યા બાદ પણ બંને કોરોના સંક્રમિત જણાયા હતા.

અગાઉ, રાજસ્થાન (Rajasthan), મહારાષ્ટ્ર (Maharashtra), દિલ્હી (Delhi), ગુજરાત (Gujarat) અને કર્ણાટક (Karnatak)માં આ નવા પ્રકારના કુલ 22 કેસની પુષ્ટિ થઈ હતી (Omicron Case). જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ 9 અને મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં એક જ પરિવારના 4 લોકો આ નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા હતા.

કર્ણાટકના ચિકમગલુરમાં 101 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ

તે જ સમયે કર્ણાટકના ચિકમગલુર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં કોરોના પોઝિટિવ મળી આવતા લોકોની સંખ્યા 101 થઈ ગઈ છે. જેમાં 90 વિદ્યાર્થીઓ અને 11 શિક્ષકોનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉમેશે જણાવ્યું કે તમામ કોરોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

અગાઉ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya)એ તાજેતરમાં બૂસ્ટર ડોઝ અંગે લોકસભામાં જણાવ્યું હતું કે રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ અને કોવિડ -19 રસીકરણ પર રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ (National Expert Group on Vaccine Administration for COVID-19 – NEGVAC) આ પાસાંથી સંબંધિત વૈજ્ઞાનિક પુરાવાઓ પર વિચાર કરી રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર એક સત્તાવાર સૂત્રએ કહ્યું “હાલ માટે બૂસ્ટર ડોઝ (Booster Dose)નો મુદ્દો એજન્ડામાં નથી, કારણ કે તેની જરૂરિયાત અને મહત્વ શોધવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 6 ડિસેમ્બરે યોજાનારી NTAGIની બેઠકમાં નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ-19ના વધારાના ડોઝ આપવાના મુદ્દા પર વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો: IND vs NZ: એજાઝ પટેલને મુંબઇ ટેસ્ટમાં નહોતો મળનારો મોકો, અશ્વિન સાથે ઇન્ટરવ્યુ સામે આવ્યો ખુલાસો

આ પણ વાંચો: Vaccination: જંગલો વચ્ચે આવેલા અંતરિયાળ ગામોમાં આરોગ્ય કર્મીઓ કરે છે રસીકરણ, જીવના જોખમે નદી ઓળંગીને 32 લોકોને આપી રસી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">