નર્સની બેદરકારી, ફોન પર વાત કરતા કરતા એક મહિલાને 2 વાર આપી દીધી કોરોનાની વેક્સિન

કોરોનાના રસીકરણમાં કાનપુર ક્ષેત્રે બહુ મોટી બેદરકારી સામે આવી છે. ફોન પર વાત કરતા કરતા એક નર્સે, મહિલાને બે વાર કોરોનાની વેક્સિન લગાવી દીધી.

નર્સની બેદરકારી, ફોન પર વાત કરતા કરતા એક મહિલાને 2 વાર આપી દીધી કોરોનાની વેક્સિન
કોરોના વેક્સિન આપવામાં ભૂલ
Follow Us:
| Updated on: Apr 03, 2021 | 2:20 PM

દેશમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. જો કે કોરોનાનું આ ભયાનક રૂપ જોઇને પણ લોકોમાં ખૂબ બેદરકારી જોવા મળી રહી છે. આ બેદરકારી માત્ર સામાન્ય લોકો માટે જ નહીં, પરંતુ આરોગ્ય કર્મચારીઓમાં પાન જોવા મળી રહી છે. આવો જ કિસ્સો યુપીના કાનપુરમાં સામે આવ્યો છે, જ્યાં એક એએનએમ (સહાયક નર્સ મિડવાઇફરી) એ મહિલાને 2 વાર વેક્સિનનો ડોઝ આપી દીધો.

ચાલુ ફોને બે વાર વેક્સિન આપી દીધી

મામલો કાનપુર ગ્રામ્ય વિસ્તારનો છે. અહીંના મડોલીના પીએચસીમાં કોરોના વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કમલેશ દેવી નામની મહિલા અહીં રસી લેવા માટે આવી હતી. તે સમયે નર્સ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. પછી, વાત કરતી વખતે, તેણે એક વાર રસી મૂકી. થોડી વારમાં તેણે સ્ત્રીને તે જ પ્રક્રિયા દ્વારા ફરી વેક્સિન આપી. જ્યારે મહિલાએ આ અંગે નર્સને કહ્યું, ત્યારે તેણે તેની ભૂલ સ્વીકારી. ત્યારબાદ મહિલા કમલેશ દેવીના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓએ હોબાળો મચાવ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કમલેશ દેવી નહોતા જાણતા કેટલી વાર આપાય વેક્સિન

મલેશ દેવીએ મીડિયાને જણાવ્યું હતું કે નર્સ તેના મોબાઇલ પર લાગેલી હતી અને ફોન પર વાત કરવામાં ખૂબ વ્યસ્ત હતી. આવી સ્થિતિમાં, ઈંજેક્શન લગાવ્યા પછી તેણે મહિલાને ઉભા થવા કહ્યું નહીં. વાતચીતમાં તે ભૂલી ગઈ કે સ્ત્રીને વેક્સિન આપી દીધી છે. કમલેશ દેવીએ જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે કેટલા ઇન્જેક્શન લેવાના હોય છે.

ઉલટો ચોર પોલીસને દંડે

મહિલાએ પછી નર્સને પૂછ્યું કે રસી બે વાર આપવામાં આવે છે? ત્યારે નર્સે જવાબ આપ્યો કે ના. તે ફક્ત એક જ વાર આપાય છે. નર્સના આ જવાબ પર મહિલાએ તેને કહ્યું કે તો તેને બે વાર વેક્સિન કેમ આપી. આ સાંભળતા નર્સ ગુસ્સાથી કમલેશને બોલવા લાગી કે તે ત્યાંથી ઉભી કેમ ના થઇ. મહિલાએ કહ્યું કે નર્સે તેણે જવાનું કહ્યું નહીં તેથી તે ઉભી ના થઇ.

સુજી ગયો હાથ

આ સાથે જ આ બાબતે કમલેશ દેવીના પુત્રએ મીડિયાને જણાવ્યું છે કે તેમની હાલત બરાબર છે. કોઈ આડઅસર જોવા મળી નથી. પરંતુ તેમનો હાથ ખરાબ રીતે સુજી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">