Corona Third Wave: કોરોનાથી રક્ષણ મેળવવા કેન્દ્ર સરકારે રાજ્યોને કરી આર્થિક મદદ, પશ્વિમ બંગાળમાં ગુજરાતથી પણ વધુ આપવામાં આવી સહાય

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતાએ (Mamta Banerjee)પ્રધાનમંત્રીને પત્ર લખીને કોરોના વેક્સિન અને કેન્દ્ર તરફથી મળતી સહાય અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.ઉપરાંત મમતાએ કેન્દ્ર સરકારને કસ્ટમ ડ્યુટી (Custom Duty)અને જીએસટીમાંથી (GST) મુક્તિ આપવાની પણ માંગ કરી હતી.

Corona Third Wave: કોરોનાથી રક્ષણ મેળવવા કેન્દ્ર સરકારે રાજ્યોને કરી આર્થિક મદદ, પશ્વિમ બંગાળમાં ગુજરાતથી પણ વધુ આપવામાં આવી સહાય
Narendra Modi and Amit Shah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 2:36 PM

Corona Third Wave:  કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય તે માટે કેન્દ્ર સરકારે (Central Government) રાજ્ય સરકારને આર્થિક મદદની જાહેરાત કરી હતી. મોદી સરકારે નવા કેન્દ્રીય મંત્રીઓ સાથેની પ્રથમ કેબિનેટ બેઠકમાં આ જાહેરાત કરી હતી. ઈન્ડિયા કોવિડ 19 ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરેડનેસ પેકેજ (Covid 19 emergency Response and health System Preparedness Package) હેઠળ 22 જુલાઈના રોજ રાજ્યોને પ્રથમ હપ્તો મોકલવામાં આવ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પેકેજનો બીજો હપ્તો પણ 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યોને મોકલવામાં આવશે. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, 23 હજાર કરોડ રૂપિયાના આર્થિક પેકેજની (Financial Package) જાહેરાત કરવામાં આવી છે, જેથી આ રોગચાળાનો સામનો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી સંસાધનો એકત્રિત કરી શકાય. ઉપરાંત આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે,આ અંગે રાજ્યો પાસેથી યોજનાઓ પણ મગાવવામાં આવી છે.

મમતા બેનર્જીએ ઉઠાવ્યા પ્રશ્નો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને (Chief Minister) પત્ર લખ્યો હતો અને કોરોના વેક્સિન અને કેન્દ્ર તરફથી મળતી સહાય અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. ઉપરાંત મમતાએ કેન્દ્ર સરકાર પાસેથી કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાં પણ મુક્તિની માંગ કરી હતી.

ગુજરાત કરતાં પશ્ચિમ બંગાળને વધુ સહાય

કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમની વાત કરીએ તો, કોવિડ સહાયની રકમ ગુજરાત કરતાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) વધુ મોકલવામાં આવી છે. માહિતી મુજબ, ગુજરાતને કુલ 479.22 કરોડ રૂપિયા આપવામાં આવશે. જેમાંથી પ્રથમ હપ્તા તરીકે અત્યાર સુધી 71.88 કરોડ આપવામાં આવ્યા છે. બીજી બાજુ, પશ્ચિમ બંગાળને 604.76 કરોડ સહાય કરવામાં આવશે,જેમાંથી પ્રથમ હપ્તા તરીકે 90.71 કરોડ આપવામાં આવ્યા છે.

કોઈ રાજ્ય સાથે ભેદભાવ નહિ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકારે કોવિડ 19 સહાય પેકેજની રકમ વિવિધ આધારને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. ઉપરાંત જે તે રાજ્યની વસ્તી (Population) કેટલી છે,  રાજ્યનો વિસ્તાર અને અન્ય ઘણા પરિમાણોને ધ્યાનમાં રાખીને સહાયની રકમ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો: PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જવલા 2.0 લોન્ચ કરશે, વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લાભાર્થીઓ અને દેશવાસીઓ સાથે વાત કરશે

આ પણ વાંચો: Delhi: જંતર મંતર પર ભડકાઉ નારેબાજી મામલે BJP નેતા અશ્વિની ઉપાધ્યાયને પોલીસનું તેડુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">