કોરોના : દાદરા નગર હવેલીમાં વાઇન શોપમાં જતાં પૂર્વે કોરોના ટેસ્ટ ફરજિયાત

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આરોગ્ય અધિકારીઓએ પ્રદેશમાં વાઇન શોપની બહાર કોરોના પરિક્ષણ શરૂ કર્યા છે. જેમાં વાઇન શોપ પરથી ખરીદી પૂર્વે તમામ લોકોએ કોરોના એન્ટિજેન ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

કોરોના : દાદરા નગર હવેલીમાં વાઇન શોપમાં જતાં પૂર્વે કોરોના ટેસ્ટ ફરજિયાત
દાદરા નગર હવેલીમાં વાઇન શોપમાં જતાં પૂર્વે કોરોના ટેસ્ટ ફરજિયાત

ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આરોગ્ય અધિકારીઓએ પ્રદેશમાં વાઇન શોપની બહાર Corona પરિક્ષણ શરૂ કર્યા છે. જેમાં વાઇન શોપ પરથી ખરીદી પૂર્વે તમામ લોકોએ કોરોના એન્ટિજેન ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. તેમજ નેગેટિવ આવનાર લોકોને જ વાઇન શોપમાંથી ખરીદી કરવા દેવમાં આવશે. આ પગલું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે ભરવામાં આવ્યું છે.

જેમાં સેલવાસના કેળવણી રોડ પરની બંને વાઇન શોપમાં બુધવાર અને ગુરુવારે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી, જેના લીધે તેમને દુકાનમાંથી ખરીદી કરતા પહેલા Corona રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

સેલવાસ વહીવટ વિભાગ સાથેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો આ બંને વાઇન શોપ પર જતા હોય છે અને ત્યાં કોઈ સામાજિક અંતર જળવાતું નથી. તેથી અમે ગ્રાહકોને પ્રથમ Corona પરીક્ષણ કરાવવા માટે આરોગ્ય ટીમની નિયુક્તિ કરી છે. પરીક્ષણ ત્યાં થોડા વધુ દિવસો ચાલુ રાખવામાં આવશે.

જો કે બુધવારે દાદરા નગર હવેલીમાં કોરોનાના 41 જેટલા કેસ નોંધાયા છે. જેથી કુલ કેસની સંખ્યા 4,822 પર પહોંચી છે, જ્યારે 102 લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ દર્દીઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચેપનો ભોગ બન્યાં છે. કોવિડ -19 કેસમાં વધારો થતાં આરોગ્ય અધિકારીઓએ કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં 39 કન્ટેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ સિવાય બુધવારે 92 લોકોને કોવિડ -19 રસી મળી હતી. જેના લીધે કોરોના વેક્સિનની કુલ ડોઝની સંખ્યા 50,070 પર પહોંચી છે.