Corona : રસીની અછત પર બોલ્યા કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા, શું જાતે ફાંસી લગાવી લઇએ ?

કેન્દ્રીય રસાયણ  પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડાએ ગુરુવારે પૂછ્યું હતું કે રસીના ઉત્પાદનમાં નિષ્ફળતાના કારણે સરકારના લોકોએ પોતાને ફાંસી લગાવી લેવી જોઈએ ? ગૌડાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોર્ટે સારા ઇરાદા સાથે કહ્યું છે કે દેશમાં દરેકને રસીમળવી જોઈએ.

Corona :  રસીની અછત પર બોલ્યા કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા, શું જાતે ફાંસી લગાવી લઇએ ?
રસીની અછત પર બોલ્યા સદાનંદ ગૌડા

કેન્દ્રીય રસાયણ  પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડાએ ગુરુવારે પૂછ્યું હતું કે Corona રસીના ઉત્પાદનમાં નિષ્ફળતાના કારણે સરકારના લોકોએ પોતાને ફાંસી લગાવી લેવી જોઈએ ? ગૌડાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોર્ટે સારા ઇરાદા સાથે કહ્યું છે કે દેશમાં દરેકને Corona રસી મળવી જોઈએ. હું તમને પૂછવા માંગુ છું કે જો કોર્ટ આવતીકાલે કહે છે કે તમારે આટલી (રસી) આપવાની છે અને જો તે બનાવી શકાય તો શું અમારી જાતને ફાંસી પર લટકાવી દેવી જોઇએ ?

Corona રસીની અછત અંગેના પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પ્રધાને સરકારની કાર્ય યોજના પર ભાર મૂક્યો અને કહ્યું કે તેના નિર્ણયો કોઈ રાજકીય લાભ માટે નથી. ગૌડાએ જણાવ્યું હતું કે સરકાર નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાનું કામ કરી રહી છે, તે દરમિયાન કેટલીક ખામીઓ સામે આવી છે. વ્યવહારિક રીતે અમુક વસ્તુઓ આપણા નિયંત્રણની બહારની છે શું આપણે તેનું સંચાલન કરી શકીએ?, કેન્દ્રીય પ્રધાને એ જાણવાની કોશિશ કરી.

જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સરકાર એક-બે દિવસમાં Corona વેક્સિનના પ્રોડક્શનમાં સુધારો થાય અને લોકોને રસી મળે તે સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. ગૌડાની સાથે ઉપસ્થિત ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સી ટી રવિએ દાવો કર્યો હતો કે જો સમયસર વ્યવસ્થા સારી ન કરવામાં આવી હોત તો Corona થી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હોત.

ઉલ્લેખનીય છે કે, વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન અત્યારે ભારતમાં ચાલી રહ્યું છે. છે. જો કે દેશમાં 1 મેથી 18 વર્ષથી 44 વર્ષની વયજુથ માટે રસીકરણ શરૂ થયા પછી રસીના પુરવઠા અને માંગમાં મોટો તફાવત જોવા મળ્યો છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મે-જૂન મહિનામાં દેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન બમણું કરવામાં આવશે. ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર સુધીમાં દર મહિને 10 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. કેન્દ્રીય સાયન્સ અને ટેકનિકલ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર આત્મ નિર્ભર ભારત મિશન 3.0 હેઠળ સ્વદેશી રસીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ મિશન અંતર્ગત ભારત સરકારનો બાયોટેકનોલોજી વિભાગ રસી ઉત્પાદન માટે ભંડોળ પૂરું પાડે છે. હાલમાં દર મહિને એક કરોડ સ્વદેશી રસી કોવેકસીન બનાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેનું ઉત્પાદન બમણું કરવામાં આવશે અને ત્યારબાદ જુલાઈ-ઓગસ્ટ સુધીમાં તેને વધારીને 6-7 ઘણું કરવામાં આવશે. સપ્ટેમ્બર 2021 સુધીમાં આ રસીના 10 કરોડ ડોઝનું ઉત્પાદન દર મહિને કરવામાં આવશે.