દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 11 રાજયોમાં જ કોરોનાના 90 ટકા કેસો અને મૃત્યુ સામે આવ્યા

દેશ ફરી એકવાર ખતરનાક કોરોના વાયરસની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ લગભગ બેકાબૂ બની ગઈ છે. જેના પગલે રાજ્ય સરકારોને કડક પગલા ભરવાની ફરજ પડી છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને સંક્રમણની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ શુક્રવારે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો, ડીજીપી અને આરોગ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

  • tv9 webdesk33
  • Published On - 20:17 PM, 2 Apr 2021
દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 11 રાજયોમાં જ કોરોનાના 90 ટકા કેસો અને મૃત્યુ સામે આવ્યા
દેશના 11 રાજયોમાં જ કોરોનાના 90 ટકા કેસો

દેશ ફરી એકવાર ખતરનાક coronaવાયરસની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ લગભગ બેકાબૂ બની ગઈ છે. જેના પગલે રાજ્ય સરકારોને કડક પગલા ભરવાની ફરજ પડી છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને સંક્રમણની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ શુક્રવારે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો, ડીજીપી અને આરોગ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ભારત સરકાર કહ્યું છે કે દેશમાં 11 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં તેઓ ગયા વર્ષે આવેલા કોરોના રેકોર્ડને પાર કરી ગયા છે અથવા તેની નજીક પહોંચ્યા છે. તેમને સરકાર દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેમણે સક્રિય બાબતો પર કન્ટેનમેન્ટ અને દૈનિક મોત અંગે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા જોઈએ.

11 રાજ્યોમાં 90 ટકા કોરોના કેસ છે

દરરોજ આવતા corona ચેપના નવા કેસો અને મોટી સંખ્યામાં મૃત્યુને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગંભીર ‘ચિંતાની સ્થિતિ’ ની શ્રેણીમાં મૂક્યા છે. છેલ્લા 14 દિવસ દરમિયાન (31 માર્ચ સુધી) કોવિડ -19 ના કુલ કેસોમાં આ રાજ્યોનો હિસ્સો 90 ટકા હતો, જ્યારે 90.5 ટકા મૃત્યુ આ રાજ્યોમાં  થયાં છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે, છેલ્લા બે સપ્તાહ દરમિયાન કોરોનાથી મોત અને મૃત્યુની સંખ્યામાં ભારે વધારો થયા પછી કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ, 11 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને ધ્યાનમાં રાખીને, બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ , ડીજીપી અને આરોગ્ય સચિવો સાથે બેઠક યોજી હતી.

બેકાબૂ corona અંગે કેબિનેટ સચિવની ઉચ્ચ સ્તરીય બેઠક
કેન્દ્રએ જણાવ્યું હતું કે કેબિનેટ સચિવે મુખ્ય સચિવોને હાકલ કરી હતી કે તેઓ રાજ્યના વહીવટને કોવિડ -19 ના તાજેતરના સમયમાં થયેલા મોટા વધારાને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરે જેથી તેઓ તમામ સંસાધનોનો ઉપયોગ કરી શકે.

શુક્રવારે  રાજધાનીમાં દિલ્હીમાં કોરોનાના 3594 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાષ્ટ્રીય પાટનગરમાં કોરોના કેસો ઝડપથી વધી ગયા છે, પરંતુ તેઓ હાલ લોકડાઉન કરવાનું વિચારતા નથી. કેજરીવાલે કહ્યું કે આ કોરોનાની ચોથી લહેર છે. તેમણે કહ્યું કે અમે તમામ સંભવિત પગલા લઈ રહ્યા છીએ અને લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.