Corona Cases Update: કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 37 હજારથી વધુ નોંધાયા કેસ, 648 દર્દીઓના થયા મૃત્યુ

અત્યાર સુધીમાં 51 કરોડ 11 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 17.92 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.

Corona Cases Update: કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 37 હજારથી વધુ નોંધાયા કેસ, 648 દર્દીઓના થયા મૃત્યુ
Corona Cases Update more than 37 thousand cases registered in india
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 12:56 PM

દેશમાં કોરોનાના કેસોમાં (Corona Cases) સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 37 હજાર કેસ નોંધાયા છે, તેની સામે લગભગ 34,169 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,593 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમિત 648 લોકોના મોત થયા છે.

નવા નોંધાયેલા 37 હજારથી વધુ કેસની સાથે જ દેશમાં કોરોના કુલ કેસની સંખ્યા વધીને 3,25,12,366 ઉપર પહોંચી ગઈ છે. જ્યારે સક્રિય કેસોની સંખ્યા 5,09,637 છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,35,758 લોકોના મૃત્યુ નિપજ્યા છે, તો 3,17,54,281 લોકોએ કોરોનાને હરાવીને સાજા થયા છે. બીજી બાજુ, દેશમાં ચાલતા રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં 59,55,04,593 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. વિતેલા છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 61,90,930 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.

કેરળમાં કોરોનાના કેસ અન્ય રાજ્યોની સરખામણીએ કેરળમાં કોરોનાનુ વધારે સંક્રમણ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કેરળ રાજ્યમાં કોરોનાના 24,296 નવા કેસ નોંધાયા છે. નવા કેસ સાથે, કેરળમાં કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38 લાખ 51 હજાર 984 થઈ ગઈ છે. જ્યારે વધુ 173 દર્દીઓના થયેલા મોતને કારણે મૃત્યુઆંક 19,757 ઉપર પહોંચી ગયો છે. 26 મે પછી પ્રથમ વખત, કોરોનાના નવા કેસોની સંખ્યા 24 હજારને વટાવી ગઈ છે. અગાઉ 26 મેના રોજ કોરોના વાયરસથી સંક્રમિતોના 28,798 નવા કેસ નોંધાયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

51 કરોડ 11 લાખ કોરોના ટેસ્ટ દેશમાં કોરોનાના કેસો ઘટાડવા સાથે, રસીકરણની ઝડપ પણ વધારવામાં આવી છે. ICMR દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, કુલ 59 કરોડથી વધુ લોકોને ગઈકાલે એટલે કે મંગળવાર 24મી ઓગસ્ટના રોજ રસીની માત્રા આપવામાં આવી હતી. દેશભરમાં કોરોના વિરોધી રસીના 59 કરોડ 55 લાખ 4 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ 61.90 લાખ રસી આપવામાં આવી હતી. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 51 કરોડ 11 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા ચોવીસ કલાક દરમિયાન લગભગ 17.92 લાખ કોરોના છે કે નહી તે ચકાસવા માટે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.

બુધવાર 24 ઓગસ્ટે જાહેર કરાયેલા આંકડામાં મંગળવારની સરખામણીમાં કોરોનાના દર્દીઓમાં 10 હજારથી વધુનો વધારો નોંધાયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના 37,593 નવા કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા કેસોની સંખ્યા 25,467 હતી. બુધવારના આંકડામાં 648 દર્દીઓના મોત નોંધાયા છે જ્યારે એક દિવસ પહેલા એટલે કે મંગળવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર 354 લોકોના મોત થયા હતા.

રોગચાળાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોવિડ -19 ના કેસો અને મૃત્યુના કેસમાં થયેલો વધારો ચિંતાજનક છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) એ કોવિડ -19 ની ત્રીજી લહેરની ચેતવણી ઉચ્ચારી છે. એનઆઈડીએમનો રિપોર્ટ કહે છે કે ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં ચરમસીમાએ પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ AHMEDABAD : કોર્પોરેશનના અધિકારી સામે સી.આર.પાટીલનું આક્રમક વલણ, કહ્યું અધિકારીઓ કોઈના નથી હોતા !

આ પણ વાંચોઃ ખેડૂતો માટે મોટા સમાચાર, હવે સ્માર્ટફોન દ્વારા સરળતાથી જાણી શકાશે ખેતરની માટીનું સ્વાસ્થ્ય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">