CORONA : મહારાષ્ટ્ર અને કેરળમાં જ દેશના કુલ એક્ટીવ કેસોના 74% કેસ, કેન્દ્ર સરકારે આપ્યા કડક નિર્દેશ

CORONA : મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના કેટલાક રાજ્યોમાં ફરી કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોના સક્રમણને વધતા રોકવા નિર્દેશો આપ્યા છે.

CORONA : મહારાષ્ટ્ર અને કેરળમાં જ દેશના કુલ એક્ટીવ કેસોના 74% કેસ, કેન્દ્ર સરકારે આપ્યા કડક નિર્દેશ
CORONA
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 21, 2021 | 3:45 PM

CORONA : દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસબ કેસો ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને કેરળમાં જ દેશના કુલ એક્ટીવ કેસોના 74% કેસ છે. આ ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ રાજ્યોમાં કોરોના સંક્રમણના નવા કેસો રોકવા માટે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે રાજ્યોને આ મુખ્ય પાંચ નિર્દેશો પર કામ કરવા આદેશ કર્યો છે.

કેન્દ્રએ રાજ્યોને આપ્યા વિવિધ નિર્દેશો 1) RT-PCR ટેસ્ટમાં વધારો કરીને સરેરાશ ટેસ્ટના આંકડમાં વધારો થવો જોઈએ. 2) રેપીડ એન્ટિજેન ટેસ્ટ નેગેટીવ આવે ત્યારે RT-PCR ટેસ્ટ કરવો જરૂરી છે. 3) કડક અને વ્યાપક પ્રમાણમાં દેખરેખ તેમજ નક્કી કરેલા જિલ્લાઓમાં ચુસ્ત નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવું. 4) જિનોમ સિક્વન્સિંગ પછી ટેસ્ટના માધ્યમથી મ્યુટેન્ટ ટ્રેન્સનું નિયમિત પરીક્ષણ કરવું તેમજ આવા કેસો વધતા તે વિસ્તારમાં દેખરેખ વધારવી. 5) જે જિલ્લામાં વધારે મૃત્યુ થઇ રહ્યા છે, ત્યાં ક્લિનિકલ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કરોનાના કેસોમાં થઇ રહ્યો છે વધારો રવિવારે દેશમાં કોવિડ-19 ના નવા 14,264 કેસો આવ્યા, આ સાથે કોરોનાના કુલ કેસ વધીને 1,09,91,651 થયા. નવા દૈનિક કેસોમાં સતત ચોથા દિવસે વધારો નોંધાયો છે. કરોનાના કારણે વધુ 90 મૃત્યુ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 1,56,302 પર પહોંચી ગયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,06,89,715 થઈ છે, જેનાથી દેશમાં રીકવરી દર 97.25 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર 1.42 ટકા છે. દેશમાં કોવિડ -19 ના એક્ટીવ કેસોની સંખ્યા 1.5 લાખથી નીચે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">