Corona Latest Breaking: દેશમાં સતત વધતું કોરોનાનું સંકટ, 1 દિવસમાં 1 લાખથી વધુ કેસ, જાણો કયા રાજ્યનો શું છે હાલ

Corona Latest Breaking: દેશમાં કોરોના વાઈરસનું સંકટ વધતુ જઈ રહ્યું છે. આંકડાઓ ચાડી ખાઈ રહ્યા છે કે કોરોના તેના પિક પર છે અને એટલે જ પહેલીવાર એક દિવસમાં 1 લાખથી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

| Updated on: Apr 05, 2021 | 9:18 AM

Corona Latest Breaking: દેશમાં કોરોના વાઈરસનું સંકટ વધતુ જઈ રહ્યું છે. આંકડાઓ ચાડી ખાઈ રહ્યા છે કે કોરોના તેના પિક પર છે અને એટલે જ પહેલીવાર એક દિવસમાં 1 લાખથી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા છે. એક દિવસમાં 1 લાખ 3 હજાર 794 કેસ પોઝિટિવ નોંધાયા છે તો 477 દર્દીઓનો કોરોનાએ ભોગ લઈ લીધો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 57 હજાર 74 નવા દર્દીઓ નોંધાયા જ્યારે કે 222 લોકોનાં મોત થયા. છત્તીસગઢમાં 5250, કર્ણાટકમાં 4553 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો  રાજ્યમાં દર બે કલાકે એકનું મોત થઇ રહ્યું છે જ્યારે દર કલાકે 120 લોકો સંક્રમણનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં નિર્માણ પામેલી આ સ્થિતિ કોરોનાની ગંભીરતા દર્શાવે છે. સંક્રમણ બૂલેટ ઝડપે વધી રહ્યું છે અને પોઝિટિવ કેસો ઓલટાઇમ સર્વોચ્ચ સપાટીને આંબી રહ્યા છે. એક દિવસમાં રાજ્યમાં 2,875 પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 14 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા. રાજ્યમાં નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 4,566 પર પહોંચ્યો છે. તો 24 કલાકમાં 2,024 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 98 હજાર 737ને પાર પહોંચી છે. જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે…જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 15,135 પર પહોંચી છે તો વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 163 થઇ છે મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 724 કેસ સાથે 8 દર્દીઓના મોત થયા. અમદાવાદમાં 4 દર્દીના મોત સાથે નવા 676 કેસ નોંધાયા તો વડોદરામાં 1ના મોત સાથે નવા 367 કેસ નોંધાયા. જ્યારે રાજકોટમાં 276 કેસ નોંધાયા હતા,જ્યારે અમરેલીમાં એક દર્દીનું મોત નિપજ્યું હતું.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">