કોરોના સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં કરવા લાગ્યો પરીક્ષાની તૈયારીઓ, સોશિયલ મીડિયામાં વાયરલ

કોરોના સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં કરવા લાગ્યો પરીક્ષાની તૈયારીઓ, સોશિયલ મીડિયામાં વાયરલ
વાયરલ તસ્વીર

તાજેતરમાં એક ફોટો વાયરલ થયો હતો. જેમાં કોરોના દર્દી ઓડિશામાં હોસ્પિટલના બેડ પરથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પરીક્ષાની તૈયારી કરતો જોઇ શકાય છે.

Gautam Prajapati

|

Apr 29, 2021 | 11:48 AM

સોશિયલ મીડિયાના અવાર નવાર કેટલાક ફોટો ચર્ચાનો વિષય બની રહે છે. આ દિવસોમાં એક ફોટો લોકોની રુચિનું કારણ બન્યો છે. અમે જે ફોટો વિશે વાત કરી રહ્યા છીએ, તેમાં કોરોના દર્દી ઓડિશામાં હોસ્પિટલના બેડ પરથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પરીક્ષાની તૈયારી કરતો જોઇ શકાય છે. હવે આ ફોટો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે.

આઈએએસ અધિકારી વિજય કુલંગેએ આ તસવીર શેર કરી છે, જેમાં જોઇ શકાય છે કે દર્દી માસ્ક અને ચશ્માં પહેરીને અભ્યાસ કરી રહ્યો છે અને તેના પલંગ પર પુસ્તકો અને કેલ્ક્યુલેટર પણ જોવા મળી રહ્યા છે. ફોટામાં એવું પણ જોવા મળી રહ્યું છે કે ત્રણ લોકો તેની પાસે ઉભા રહ્યા છે, તેઓ પી.પી.ઇ કીટ પહેરીને તેની સાથે વાત કરી રહ્યા છે.

એક માહિતી મુજબ, આ તસવીર ત્યારે લેવામાં આવી હતી જ્યારે ગંજમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર વિજય કુલંગે બહેરાહપુરની એમકેસીજી મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાતે હતા. કુલંગેએ આ તસવીર ટ્વિટર પર શેર કરી અને દર્દીના સમર્પણની પ્રશંસા કરી. આઈએએસ અધિકારીએ લખ્યું, ‘સફળતા એ સંયોગ નથી. તમારે સમર્પણની જરૂર છે.’

આ સાથે તેમણે કહ્યું કે, “મેં કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી અને આ વ્યક્તિ સીએ પરીક્ષાનો અભ્યાસ કરતી જોવા મળી. તમારું સમર્પણ તમને તમારી પીડા ભૂલાવી દે છે. તે પછી સફળતા માત્ર ઔપચારિકતા છે.” હવે આ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહી છે. હમણાં સુધી ફોટોને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 10,000 થી વધુએ લાઈક કર્યો છે.

ઘણા યુઝર્સે કોવિડ સામે લડતી વખતે સૌથી મુશ્કેલ પરીક્ષાની તૈયારી કરી રહેલા વ્યક્તિની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “તે સારું છે કે તે અભ્યાસ કરે છે. પરંતુ તેઓને ઘરના એકાંત માટે પૂછવું જોઈએ અને કોઈપણ જરૂરિયાતમંદને આ પલંગ મળી રહેવો જોઈએ. ” બીજાએ કહ્યું, “તે ઘરે અઈશોલેશનમાં રહેવા લાયક દેખાઈ છે. મને લાગે છે કે આ પલંગની બીજા લોકોને જરૂર છે. ”

આ પણ વાંચો: આ ઘટના ચમત્કારથી કમ નથી: કોરોના પોઝિટિવ માતાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો, બાળકીઓ નેગેટીવ

આ પણ વાંચો: Whatsapp પર કોઈએ કરી દીધા છે બ્લોક? તો આ જોરદાર ટ્રીકથી મોકલી શકો છો મેસેજ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati