CORONA : ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી sanjay guptaનું લખનઉમાં નિધન

coronaએ ભારત સહિત દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. coronaના કાળા કેરથી સામાન્ય જનતા હોય, નેતા હોય કે અધિકારીઓ હોય, કોઈ બચી શક્યું નથી. એવામાં ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી sanjay guptaનું કોરોનાના કારણે લખનઉમાં નિધન થયું છે.

  • Tv9 Webdesk18
  • Published On - 14:55 PM, 26 Apr 2021
CORONA : ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી sanjay guptaનું લખનઉમાં નિધન
સંજય ગુપ્તા, પૂર્વ IAS ઓફિસર

coronaએ ભારત સહિત દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. coronaના કાળા કેરથી સામાન્ય જનતા હોય, નેતા હોય કે અધિકારીઓ હોય, કોઈ બચી શક્યું નથી. એવામાં ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી sanjay guptaનું કોરોનાના કારણે લખનઉમાં નિધન થયું છે. તેઓ coorna સંક્રમિત થયા બાદ 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. જોકે આખરે સારવાર દરમિયાન તેઓ કોરોના સામેની જંગ હારી ગયા અને અંતિમ શ્વાસ લીધા હતા.

DIG એમ.કે નાયક (IPS)નું કોરોનાથી નિધન

આ પહેલાં DIG એમ.કે નાયક (IPS)નું કોરોનાથી નિધન
નોંધનીય છે કે આ પહેલાં 10 એપ્રિલે જ વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત DIG એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં CORONA સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.

2020માં 58 IPS અધિકારીની બદલી
ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી. જેમાં M.K.નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. CORONAથી સંક્રમિત થતાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ તેમનું મોત નીપજ્યું હતું.

એમ. કે. નાયક 31મી માર્ચથી દાખલ હતા
સૂત્રના જણાવ્યા પ્રમાણે, M.K.નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ Ahmedabad ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન 12માx દિવસે તેમનું મોત નીપજ્યું હતું. કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની રાજ્યમાં આ પ્રથમ ઘટના છે.

મહેશ નાયક ડાયાબિટીસથી પણ પીડાતા હતા
નોંધનીય છે કે M.K.નાયકને થોડાક મહિના પૂર્વે જ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી બઢતી આપીને DIG તરીકે વડોદરામાં નિમણૂક આપવામાં આવી હતી. IPS ડૉ. મહેશ નાયકે એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, સાથોસાથ IPS ડૉ. મહેશ નાયક ડાયાબિટીસના રોગથી પણ પીડાતા હતા.