કોરોના ઇફેક્ટ : 17 મેની મધરાતથી દિલ્હી એરપોર્ટના ટર્મિનલ બે પરથી વિમાન સેવા બંધ રહેશે

દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ -2 થી વિમાન સેવા 17 મેના મધ્યરાત્રિથી બંધ રહેશે. સુત્રોએ  જણાવ્યું હતું કે Corona ની બીજી લહેરના કારણે ફ્લાઇટ્સની સંખ્યામાં થયેલા મોટા ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ આપ્યો છે કે 17 મેના મધ્યરાત્રિથી બધી ફ્લાઇટ્સ ટર્મિનલ -3 થી કાર્યરત રહેશે.

કોરોના ઇફેક્ટ : 17 મેની મધરાતથી  દિલ્હી એરપોર્ટના ટર્મિનલ બે પરથી વિમાન સેવા બંધ રહેશે
દિલ્હી એરપોર્ટના ટર્મિનલ બે પરથી 17 મે થી વિમાન સેવા બંધ રહેશે
Chandrakant Kanoja

|

May 12, 2021 | 3:40 PM

દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટર્મિનલ -2 થી વિમાન સેવા 17 મેના મધ્યરાત્રિથી બંધ રહેશે. સુત્રોએ  જણાવ્યું હતું કે Corona ની બીજી લહેરના કારણે ફ્લાઇટ્સની સંખ્યામાં થયેલા મોટા ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ આપ્યો છે કે 17 મેના મધ્યરાત્રિથી બધી ફ્લાઇટ્સ ટર્મિનલ -3 થી કાર્યરત રહેશે.

તેમણે કહ્યું કે હાલમાં દિલ્હી એરપોર્ટથી એક દિવસમાં લગભગ 325 ફ્લાઇટ્સ કાર્યરત છે. રોગચાળા પૂર્વે લગભગ 1,500 ફ્લાઇટ્સ એરપોર્ટથી સંચાલિત થઈ હતી. કોરોનાની બીજી લહેરમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રને ગંભીર અસર થઈ છે. આ દરમ્યાન દિલ્હી એરપોર્ટએ આ નિર્ણય લીધો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા કેટલાક અઠવાડિયામાં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા દરરોજ 2.2 લાખથી ઘટીને 75,000 થઈ ગઈ છે. કોરોનાની બીજી લહેર પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે નીચે આવી છે.

ઉલ્લેખનીય છે કે , દિલ્હીમાં  મંગળવારે  Corona  ના  12,481 કેસ નોંધાયા હતા.જ્યારે 347 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. તેની બાદ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ઘટીને 17.76 ટકા થઈ ગયો છે. જે 14 એપ્રિલ પછીનો સૌથી નીચો છે. છેલ્લા 15 દિવસમાં દિલ્હીમાં પોઝિટિવિટી રેટ અડધો થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં Corona ના  12481 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસ 13, 48, 699 થયા છે. રિકવરી રેટ 92.3 ટકા છે. જ્યારે સક્રિય દર્દીઓ 6.21 ટકા છે. અને મૃત્યુ દર 1.48 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 17.76 ટકા રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર પામેલા દર્દીઓની સંખ્યા 13, 583 છે. અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12, 44, 880 છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં  347 લોકોનાં મૃત્યુ બાદ રાજ્યમાં મૃત્યુનો આંક 20,010 પર પહોંચી ગયો છે. સક્રિય કેસ 83,809 થયા છે. છેલ્લા 24 કલાકમાં 70, 276 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પરીક્ષણો 1,79,49,571 થયા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 17.76 ટકા પર આવી ગયો છે.

દિલ્હીમાં 18 થી 44 વર્ષની વયના લોકો માટે પણ Corona રસી લગાવવામાં આવી રહી છે.જેમાં યુવાનોમાં રસીકરણ અંગે ઘણી ઉત્સુકતા છે. જયારે દેશમાં છેલ્લા બે દિવસથી કોવિડના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જો કે નવા કેસની સંખ્યા હજી પણ 3 લાખથી વધુ છે.

આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પંણ  Corona નાકેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.  તેમજ દેશમાં કોરોના વેકસીનેશન માટે પણ  કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વધુ રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati