CORONA EFFECT : હવે બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં નહિ મળે ભોજનની સુવિધા, DGCAનો નિર્ણય

CORONA EFFECT : કોરોનાને કારણે Ministry of Civil Aviation એ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે.

CORONA EFFECT : હવે બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં નહિ મળે ભોજનની સુવિધા, DGCAનો નિર્ણય
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 6:28 PM

CORONA EFFECT : દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે જેમાં કોરોના સંક્રમણ સર્વોચ્ચ સ્તરે પહોચ્યું છે. વધી રહેલા કોરોના સંક્રમણની અસર હવે વિમાનયાત્રા પર પડી છે. કોરોનાને કારણે Ministry of Civil Aviation એ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે.

બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં નહિ મળે ભોજન ભારત સરકારના DGCA દ્વારા કોરોનાના વધતા જતા કેસો વચ્ચે હવાઈ મુસાફરો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે હવે બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં યાત્રીઓને ભોજનની સુવિધા આપવામાં નહિ આવે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કરેલા જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું છે કે ઘરેલું વિમાનયાત્રાની સેવા આપતી એરલાઇન્સ 2 કલાક કે તેથી વધુની ફ્લાઇટ માટે યાત્રીઓને ખોરાક નહિ આપી શકે.

અગાઉના આદેશમાં કર્યો સુધારો Ministry of Civil Aviation એ  તેના આદેશમાં કહ્યું છે કે આ પ્રતિબંધ ગુરુવારથી અમલમાં આવશે. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન પછી 25 મેથી ઘરેલું ફ્લાઇટ સેવાઓ શરૂ કરવામાં આવી હતી, ત્યારે મંત્રાલયે વિમાન કંપનીઓને વિશિષ્ટ શરતો હેઠળ વિમાનની અંદર ભોજન પૂરું પાડવાની મંજૂરી આપી હતી. અગાઉના આદેશમાં સુધારો કરતાં મંત્રાલયની નવી સૂચનાઓમાં જણાવાયું છે કે, “ઘરેલું વિસ્તારોમાં વિમાન સંચાલન કરતી એરલાઇન કંપનીઓબે કલાક કે તેથી વધુ સમય ની વિમાન યાત્રા દરમિયાન ભોજનની સુવિધા આપી શકે છે

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ઉનાળાની સીઝનમાં વધુ ફ્લાઈટ્સને મંજુરી અપાઈ તાજેતરમાં DGCAએ ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને એક સપ્તાહમાં 108 એરપોર્ટ પરથી 18843 ફ્લાઇટ્સને મંજૂરી આપી હતી. તે માર્ચના અંતિમ રવિવારે શરૂ કરવામાં આવી હતી અને ઓક્ટોબરના અંતિમ રવિવાર સુધી ચાલુ રહી હતી. હાલમાં તમામ એરલાઇન્સ તેમની 80 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી રહી છે.

વિમાનયાત્રાના સમયને આધારે 7 કેટેગરી લોકડાઉન બે મહિના માટે સ્થગિત થયા પછી 25 મે, 2020 થી દેશભરમાં ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી. વિમાનયાત્રાના સમયગાળાને આધારે તમામ રૂટને સાત કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

1. પ્રથમ કેટેગરીમાં 40 મિનિટની વિમાનયાત્રા છે. તેનું પ્રાઇસ બેન્ડ 2200-7800 રૂપિયા છે.

2. બીજી કેટેગરીમાં 40-60 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 2800-9800 રૂપિયા છે.

3. ત્રીજી કેટેગરીમાં 60-90 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 3300-11700 રૂપિયા છે.

4. ચોથી કેટેગરીમાં 90-120 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 3900-13000 રૂપિયા છે.

5. પાંચમી કેટેગરીમાં 120-150 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 5000-16900 રૂપિયા છે.

6. છઠ્ઠી કેટેગરીમાં 150-180 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 6100 થી 20400 રૂપિયા છે.

7. આઠમું કેટેગરીમાં 180-210 મિનિટની વિમાનયાત્રા છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 7200-24200 રૂપિયા છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">