Corona : હવે આ રાજ્યમાં મળ્યો કોરોનાનો Delta Plus વાયરસ, મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત

કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશના ચોથા રાજ્યમાં હવે કોરોનાના ડેલ્ટા પ્લસ( Delta Plus)વાયરસનો કેસ સામે આવ્યો છે. જેમાં કર્ણાટકમાં કોરોના વાયરસના 'ડેલ્ટા પ્લસ' વેરિયન્ટનો પ્રથમ કેસ મૈસુરુમાં સામે આવ્યો છે.

Corona : હવે આ રાજ્યમાં મળ્યો કોરોનાનો Delta Plus વાયરસ, મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત
આરોગ્ય કર્મીઓના સર્વેનો ચોકાવનારો અહેવાલ, રસીના બન્ને ડોઝ લીધા છતા, 76 ટકા જણાયા સંક્રમિત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 10:51 PM

દેશમાં Coronaની બીજી લહેર ધીરે ધીરે અંત તરફ આગળ વધી રહી છે. તેવા સમયે કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશના ચોથા રાજ્યમાં હવે કોરોનાના ડેલ્ટા પ્લસ( Delta Plus) વાયરસનો કેસ સામે આવ્યો છે. જેમાં કર્ણાટકમાં કોરોના વાયરસના ‘ડેલ્ટા પ્લસ’ ( Delta Plus)વેરિયન્ટનો પ્રથમ કેસ મૈસુરુમાં સામે આવ્યો છે.

Corona ચેપગ્રસ્ત વ્યક્તિને આ રોગના કોઈ લક્ષણો નથી

જો કે Corona ચેપગ્રસ્ત વ્યક્તિને આ રોગના કોઈ લક્ષણો નથી અને જેની સાથે સંપર્ક થયો તેને ચેપ લાગ્યો નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન કે સુધાકરે બુધવારે આ માહિતી આપી હતી.સુધાકરે પત્રકારોને જણાવ્યું હતું કે મૈસુરુમાં, એક દર્દીને ‘ડેલ્ટા પ્લસ'( Delta Plus) વેરિયન્ટથી ચેપ લાગ્યો છે જેને આપણે આઇસોલેશનમાં રાખ્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

રાજ્યમાં છ જીનોમ પ્રયોગશાળાઓ સ્થાપવાનો નિર્ણય

પરંતુ તેમને Corona ચેપના કોઈ લક્ષણો નથી. તેમણે કહ્યું કે જેની સાથે સંપર્કમાં આવ્યો હતા તેમને કોઈપણને ચેપ લાગ્યો નથી જે એક સારા સંકેત છે.તેમણે કહ્યું કે રાજ્ય સરકાર નવા વેરિયન્ટની કાળજીપૂર્વક દેખરેખ રાખી રહી છે અને રાજ્યમાં છ જીનોમ પ્રયોગશાળાઓ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં દરરોજ લગભગ 1.5 લાખથી બે લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.

મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને એલર્ટ કરાયા 

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરના તારણોને આધારે મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને તેમના કેટલાક જિલ્લાઓમાં Coronaના ડેલ્ટા પ્લસ ( Delta plus) વેરિયન્ટ વિશે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રત્નાગીરી અને જલગાંવ જિલ્લાઓમાં જીનોમ સિક્વન્સીંગમાં ડેલ્ટા પ્લસ( Delta plus) વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. જ્યારે કેરળના પલક્કડ અને પઠાણમિથિત જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લાઓમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી  આવ્યો છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21 કેસ મહારાષ્ટ્રમાં કોવિડ -19 નું અત્યંત ચેપી સ્વરૂપ ‘ડેલ્ટા પ્લસ’ ના 21 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સોમવારે જણાવ્યું હતું કે રત્નાગીરીમાં આ પ્રકારના મહત્તમ નવ કેસ નોંધાયા છે, જલગાંવમાં સાત, મુંબઇમાં બે અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. તેમણે માહિતી આપી હતી કે રાજ્યના વિવિધ ભાગોમાંથી 7,500 નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓ 15 મે સુધી એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનો જેનોમ સિક્વિન્સિંગ કરવામાં આવ્યું છે.

કેરળમાં ત્રણ કેસ કેરળના બે જિલ્લાઓ- પલક્કડ અને પથનમથીટ્ટામાં એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓમાં સાર્સ-સીવી -2 ડેલ્ટા-પ્લસ વેરિયન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે. અધિકારીઓએ સોમવારે માહિતી આપી હતી. પથનમથીટ્ટા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડો.નરસિમ્હગરી ટી.એલ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, જિલ્લાની કાડાપરા પંચાયતનો ચાર વર્ષનો છોકરો વાયરસના નવા ડેલ્ટા-પ્લસ વેરિયન્ટનો ચેપ લાગ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">