દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, પાંચ એપ્રિલ બાદ પ્રથમ વાર નોંધાયા 5000 થી ઓછા કેસ

દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, પાંચ એપ્રિલ બાદ પ્રથમ વાર નોંધાયા 5000 થી ઓછા કેસ
દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો

દિલ્હીમાં લોકડાઉન અને વેકસીન કોરોનાની જંગમાં કારગર હથિયાર સાબિત થઇ રહ્યું છે. જેમાં દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 4,524 નવા કેસ નોંધાયા છે. 5 એપ્રિલ પછી આ પહેલી વાર છે જ્યારે દિલ્હીમાં 5000 થી ઓછા નવા કોરોના કેસ મળી આવ્યા છે.

Chandrakant Kanoja

|

May 17, 2021 | 6:04 PM

Delhi માં લોકડાઉન અને વેકસીન કોરોનાની જંગમાં કારગર હથિયાર સાબિત થઇ રહ્યું છે. જેમાં Delhi માં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 4,524 નવા કેસ નોંધાયા છે. 5 એપ્રિલ પછી આ પહેલી વાર છે જ્યારે દિલ્હીમાં 5000 થી ઓછા નવા કોરોના કેસ મળી આવ્યા છે. એટલું જ નહીં, એક તરફ નવા કેસ થવાની ગતિ ઓછી થઈ છે, તો બીજી તરફ રિકવરીમાં વધારો થયો છે દિલ્હીમાં છેલ્લા એક દિવસમાં 10,918 લોકો સ્વસ્થ થયા છે. આ રીતે નવા કેસો કરતા સાજા થનારા લોકોની સંખ્યા બમણાથી વધુ છે. આ સાથે દિલ્હીમાં પોઝિટીવીટી રેટ 8 ટકા પર આવી ગયો છે.

જો કે, મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોની જેમ કોરોનાથી મૃત્યુની સંખ્યા હજી પણ Delhi માં ચિંતાનું કારણ છે. છેલ્લા એક દિવસમાં, દિલ્હીમાં કોરોના ચેપને કારણે 340 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં, રાજધાનીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 56,049 છે.

અત્યાર સુધીમાં Delhiમાં કોરોનાના લગભગ 14 લાખ કેસ મળી આવ્યા છે. તેમાંથી, કુલ 13,20,496 લોકો રિકવર થયા છે. આ ઉપરાંત 21,846 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આ પછી પણ અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં લોકડાઉનનો સમયગાળો 24 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

જાણો કેમ, કોરોનાના ઘટતા જતા કેસો છતાં દિલ્હીમાં લોકડાઉન વધ્યું રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે દિલ્હીમાં ઘણી સારી રિકવરી આવી રહી છે. કોરોનામાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અમે હજી સુધી કોરોનાથી વિકટ પરિસ્થિતિને દૂર કરવામાં સફળ થયા નથી તેથી દિલ્હીમાં લોકડાઉન બીજા અઠવાડિયા સુધી વધારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે 19 એપ્રિલથી દિલ્હીમાં લોકડાઉન ચાલી રહ્યું છે. હાલમાં દિલ્હીમાં 17 મેના રોજ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન હતું, જેને સીએમ અરવિંદ કેજરીવાલે 24 મેની સવાર સુધી લંબાવી દીધું હતું. ઑનલાઇન સર્વે અનુસાર, મોટાભાગના દિલ્હીવાસીઓ ઇચ્છતા હતા કે લોકડાઉનનો સમયગાળો ઓછામાં ઓછો એક અઠવાડિયા સુધી વધારવામાં આવે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati