Delhi માં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા 946 કેસ નોંધાયા

Delhi માં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશની રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ( Corona)ના એક હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે અને 78 લોકોનાં મોત નીપજ્યાં છે. રવિવારે દિલ્હીમાં કોરોનાના 946 કેસ નોંધાયા હતા.

Delhi માં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા 946 કેસ નોંધાયા
Delhi માં કોરોનાના કેસમાં સતત ઘટાડો
Follow Us:
| Updated on: May 30, 2021 | 8:29 PM

Delhi માં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશની રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ( Corona)ના એક હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે અને 78 લોકોનાં મોત નીપજ્યાં છે. રવિવારે દિલ્હીમાં કોરોનાના 946 કેસ નોંધાયા હતા.

જ્યારે 13 એપ્રિલ બાદ પ્રથમ વખત મૃત્યુઆંક 100થી નીચે આવ્યો છે. Delhiમાં છેલ્લા 24 કલાકમાં 78 લોકોનાં મૃત્યુ થયાં છે. દિલ્હીમાં કોરોના ( Corona)થી કુલ મૃત્યુઆંક 24,151 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોનાનો ઇન્ફેકશન દર 1.25 ટકા છે. હાલ સક્રિય દર્દીઓની સંખ્યા 12,100 છે.જ્યારે કોરોનાના સક્રિય દર્દીઓનો દર ઘટીને 0.84 ટકા થયો છે.

Delhiમાં કોરોના રિકવરી રેટ 97.45 ટકા થયો છે. બીજી બાજુ, 1803 દર્દીઓને કોરોનાથી સાજા થતા રજા આપવામાં આવી હતી, દિલ્હીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંકડો વધીને 13,89,341 થયો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

છેલ્લા 24 કલાકમાં, 75,440 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આરટીપીઆરસીનું ટેસ્ટ 53,259 અને એન્ટિજેન ટેસ્ટ 22,181 કરવામાં આવ્યા છે.જેની બાદ દિલ્હીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા 1,92,37,040 થવા પામી છે. દિલ્હીમાં કોરોના મૃત્યુ દર 1.69 ટકા છે.

કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે હજી પણ સાવધાની રાખવી જરૂરી છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં 7 જૂનના રોજ સવારે પાંચ વાગ્યા સુધી કોરોના કર્ફ્યુમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોનાને લઈને ચાલી રહેલા નિયંત્રણો પહેલાની જેમ લાગુ રહેશે. જો કે મેન્યુફેકચરિંગ અને બાંધકામ ઉદ્યોગને નિયમો સાથે કામ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હી(Delhi)માં 7 જૂનના સવારે પાંચ વાગ્યા સુધી Corona કરફ્યુ વધારવામાં આવ્યો છે. પ્રતિબંધો પહેલાની જેમ ચાલુ રહેશે. જો કે મેન્યુફેકચરીંગ અને બાંધકામ ઉદ્યોગને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ માહિતી આપી હતી.

Coronaના પ્રોટોકોલ મુજબ આ બંને ઉદ્યોગોના કર્મચારીઓને કામ કરવાની છૂટ

દિલ્હી (Delhi)સરકારે કહ્યું કે પોઝિટિવિટી રેટ ઘટાડવા અને કોરોના ચેપ સાંકળને તોડવા માટે નિયંત્રણોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દિલ્હી સરકારે બે ઉદ્યોગો – મેન્યુફેકચરીંગ અને બાંધકામને મુક્તિ આપી છે. સરકારે પોતાના આદેશમાં કહ્યું છે કે Coronaના પ્રોટોકોલ મુજબ આ બંને ઉદ્યોગોના કર્મચારીઓને કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

7 જૂન સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે

દિલ્હી સરકારે કહ્યું કે તે વાયરસના ફેલાવાને અટકાવવા માટે તબક્કાવાર રીતે રાજધાનીને ફરીથી અનલોક કરશે. 7 જૂન સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. આવશ્યક પ્રવૃત્તિઓ અને સેવાઓ માટે આપવામાં આવતી મુક્તિ અગાઉની જેમ ચાલુ રહેશે. આવશ્યક ચીજો અને સેવાઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા રાખેલ ઇ-પાસ ટ્રાફિક માટે પહેલાની જેમ માન્ય રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">