Covishield ના બે ડોઝ વચ્ચેના ગેપને લઈને વિવાદ, જાણો સરકારે શું આપ્યો જવાબ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા ભારતમાં Corona વાયરસની રસી કોવિશિલ્ડ(Covishield) ના બે ડોઝ વચ્ચેનો ગેપ 12-16 અઠવાડિયા કરવાના વિવાદ વચ્ચે સ્પષ્ટતા કરી  છે. કે

Covishield ના બે ડોઝ વચ્ચેના ગેપને લઈને વિવાદ, જાણો સરકારે શું આપ્યો જવાબ
Covishield ના બે ડોઝ વચ્ચેના ગેપને લઈને વિવાદ
Chandrakant Kanoja

|

Jun 16, 2021 | 7:14 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા ભારતમાં Corona વાયરસની રસી કોવિશિલ્ડ(Covishield) ના બે ડોઝ વચ્ચેનો ગેપ 12-16 અઠવાડિયા કરવાના વિવાદ વચ્ચે સ્પષ્ટતા કરી  છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો, હર્ષ વર્ધનએ ટ્વીટ કર્યું કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક ડેટાના આધારે પારદર્શક રીતે લેવામાં આવ્યો છે.

ભારતમાં આવા ડેટા સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ છે

આરોગ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ભારતમાં આવા ડેટા સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ છે. તેમજ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવા મુદ્દાનું રાજકીય કરણ  થઈ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનું આ નિવેદન ચર્ચાઓના પગલે આવ્યું છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિશિલ્ડ(Covishield)રસીના ડોઝ વચ્ચે ગેપ વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક જૂથના પરામર્શ વિના લેવામાં આવ્યો છે.

13 મેએ સરકારે   ગેપને 12 થી 16 અઠવાડિયા સુધી વધાર્યો 

એક અંગ્રેજી ન્યૂઝ એજન્સીના દાવા અનુસાર સલાહકાર બોર્ડના સભ્યોએ Coronaની રસી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ 12 થી 16 અઠવાડિયા સુધી વધારવાની ભલામણ કરી નથી. આ અહેવાલ મુજબ સલાહકાર મંડળે કોવિશિલ્ડના બે ડોઝના ગેપને 8 થી 12 અઠવાડિયા સુધી વધારવાની ભલામણ કરી હતી. પરંતુ સરકારે 13 મેએ સ્વેચ્છાએ આ ગેપને 12 થી 16 અઠવાડિયા સુધી વધાર્યો હતો.

એનજીટીઆઈના સભ્યોમાં કોઈ મતભેદ નથી

Corona પર સરકારના રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન તકનીકી સલાહકાર જૂથ (એનટીએફઆઈ) ના કાર્યકારી જૂથના વડા એન.કે.અરોરાએ કહ્યું છે કે આંશિક રસીકરણ અને સંપૂર્ણ રસીકરણની અસરકારકતા અંગેના ઉભરતા પુરાવા પર વિચારણા કરવામાં આવી રહી છે અને તે અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. શું ભારતે કોરોના રસી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ ફરીથી ચારથી આઠ અઠવાડિયા સુધી ઘટાડવો જોઈએ. અરોરાએ જણાવ્યું હતું કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ 4-6 અઠવાડિયાથી વધારીને 12-16 અઠવાડિયા કરવાનો નિર્ણય વૈજ્ઞાનિક ધોરણે લેવામાં આવ્યો હતો અને આ અંગે એનજીટીઆઈના સભ્યોમાં કોઈ મતભેદ નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati