દેશના વિકાસમાં દરેક ધર્મનું યોગદાન, કેટલાક લોકો વાતાવરણને બગાડવાનો કરી રહ્યા છે પ્રયત્ન: અજીત ડોભાલ

હઝરત સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે જ્યારે કોઈ ઘટના બને છે, ત્યારે અમે તેની નિંદા કરીએ છીએ. કંઈક કરવાનો સમય આવી ગયો છે. કટ્ટરપંથી સંગઠનો પર લગામ અને પ્રતિબંધ મુકવાની જરૂર છે.

દેશના વિકાસમાં દરેક ધર્મનું યોગદાન, કેટલાક લોકો વાતાવરણને બગાડવાનો કરી રહ્યા છે પ્રયત્ન: અજીત ડોભાલ
Ajit DovalImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 6:14 PM

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે (Ajit Doval) શનિવારે અંતર-ધાર્મિક બેઠક યોજી હતી. આ સંમેલનમાં અનેક ધર્મોના ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. તેમણે અહીં કહ્યું કે આ ખૂબ જ સારી શરૂઆત છે. હું આપ સૌનો આભાર માનું છું. નસીરુદ્દીન ચિશ્તી (Naseeruddin Chishti) સાહેબે બહુ સરસ વાત કરી છે. આપણી એકતા અકબંધ રહે. આપણા દેશની પ્રગતિનો લાભ દરેક ધર્મને મળવો જોઈએ, પરંતુ કેટલાક લોકો વાતાવરણને બગાડવાનો પ્રયત્ન કરે છે.

તેમણે કહ્યું, ‘જો આપણે તેનો સામનો કરવો છે તો ચૂપચાપ સહન નથી કરવાનું તેના માટે જમીન પર કામ કરવું પડશે. આપણે આપણો સંદેશ ઘરે-ઘરે લઈ જવાનો છે. આપણને આપણા દેશ પર ગર્વ છે. દેશની પ્રગતિમાં દરેક ધર્મનો ફાળો છે. 1915માં ઉલેમાઓએ અફઘાનિસ્તાનમાં કામચલાઉ સરકારની રચના કરી. તેના પ્રમુખ રાજા મહેન્દ્ર પાલ સિંહને બનાવવામાં આવ્યા હતા. અમે તહઝીબના વારસદાર છીએ.

કેટલાક લોકો આપણા દેશમાં ગેરસમજ ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છેઃ ડોભાલ

તેમણે કહ્યું ‘કેટલાક લોકો આપણા દેશમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી શક્તિઓનો સામનો કરવો પડશે. તમારી જવાબદારી મોટી છે. આપણે આજ માટે નહીં પણ આપણી આવનારી પેઢીઓ માટે લડી રહ્યા છીએ. એવા હજારો લાખો લોકો છે જે તમારા બધામાં વિશ્વાસ રાખે છે. આપણે આપણા દેશની એકતા અને અખંડિતતા સાથે સમાધાન કરી શકીએ નહીં. દરેક ભારતીય સુરક્ષિત હોય તેવા દેશની અંદર આ તાકાત કેવી રીતે વધારવી. દેશને નુકસાન થશે તો આપણે સૌ સહન કરીશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે મૂક પ્રેક્ષક રહેવાને બદલે આપણે આપણો અવાજ મજબૂત કરવાની સાથે સાથે આપણા મતભેદો પર જમીન પર કામ કરવું પડશે. આપણે ભારતના દરેક સંપ્રદાયને અહેસાસ કરાવવાનો છે કે આપણે એક સાથે એક દેશ છીએ, તેનો આપણને ગર્વ છે. દિલ્હીમાં NSA અજીત ડોભાલે કહ્યું કે કેટલાક તત્વો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ભારતની પ્રગતિમાં અવરોધરૂપ છે. તેઓ ધર્મ અને વિચારધારાના નામે કડવાશ અને સંઘર્ષ પેદા કરી રહ્યા છે અને તેની અસર આખા દેશ પર થઈ રહી છે અને આ કડવાશ દેશની બહાર પણ ફેલાઈ રહી છે.

કટ્ટરવાદી સંગઠનો પર લગામ લગાવવાની જરૂર: સૈયદ નસરુદ્દીન ચિશ્તી

તેમની સાથે અહીં હાજર હઝરત સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે જ્યારે કોઈ ઘટના બને છે, ત્યારે અમે તેની નિંદા કરીએ છીએ. કંઈક કરવાનો સમય આવી ગયો છે. કટ્ટરપંથી સંગઠનો પર લગામ અને પ્રતિબંધ મુકવાની જરૂર છે. કોઈપણ કટ્ટરપંથી સંગઠન હોય, જો તેમની વિરુદ્ધ પુરાવા હોય તો તેમના પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">