Rahul Gandhiએ કહ્યું ગાડીઓમાં ઈંધણ ભરવું એ કોઈ પરીક્ષાથી કમ નહીં, શા માટે PM નથી કરતાં ખર્ચા પર ચર્ચા?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પેટ્રોલ અને ડિઝલના વધતાં જતાં ભાવોને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. ફરી એક વાર પેટ્રોલ ઉત્પાદનોના વધતાં જતાં ભાવોને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતુ.

Rahul Gandhiએ કહ્યું ગાડીઓમાં ઈંધણ ભરવું એ કોઈ પરીક્ષાથી કમ નહીં, શા માટે PM નથી કરતાં ખર્ચા પર ચર્ચા?
Congress Leader Rahul Gandhi ( File Photo )
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 08, 2021 | 7:42 PM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પેટ્રોલ અને ડિઝલના વધતાં જતાં ભાવોને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. ફરી એક વાર પેટ્રોલ ઉત્પાદનોના વધતાં જતાં ભાવોને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતુ. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર સામે આરોપ લગાવ્યા છે કે ગાડીઓમાં ઈંધણ ભરાવવું હવે અત્યંત મુશ્કેલ બની ગયું છે. તેમ છતાં PM આના પર ચર્ચા કેમ નથી કરતાં? LPG, પેટ્રોલ,ડીઝલ પર આડેધડ લોકો પાસેથી ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં કહ્યું કે ‘ગાડીમાં ઈંધણ ભરાવવું કોઈ પરીક્ષાથી કમ નથી. તેમ છતાં પીએમ (PM Modi) આના પર ચર્ચા કેમ નથી કરતાં? ખર્ચા પર ચર્ચા (Kharcha Pe Charcha) પણ થવી જોઈએ! પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઉતાર ચડાવને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેને કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી આર્થિક ગેરવહીવટને કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. કેરળના કોચછીના સ્વાયત મહિલા કોલેજ સેંટ ટેરેસાની વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરતાં સમયે આ વાત કહી હતી.

અગાઉ પણ મોંઘવારી મુદ્દે સરકાર પર કર્યા હતા પ્રહાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને નિશાન બનાવતા આવ્યા છે. તેમણે અગાઉ પણ ટ્વીટ કરીને આ બાબતો પર નિશાન સાધ્યું છે. રાહુલે એક ટ્વીટમાં લખ્યું કે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન મોંઘવારી અને બેરોજગારી સતત વધી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, આ સરકારમાં શું વધ્યું? બેરોજગારી, મોંઘવારી, ગરીબી અને માત્ર મિત્રોની કમાણી. રાહુલ ગાંધીની આ ટ્વીટમાં લોકોની મિશ્ર પ્રતિક્રિઆઓ આવવાનું પણ શરુ થઇ ગયું હતું.

રાહુલ ગાંધી વારંવાર આવા મુદ્દાઓને લઈને કેન્દ્ર પર તીખા પ્રહારો કરતા રહેતા હોય છે. આ વખતે તેમણે બેરોજગારી, મોંઘવારી, ગરીબીના મુદ્દે કેન્દ્ર પર સવાલો ઉભા કર્યા હતા. આ ટ્વીટ સાથે તેમણે એક અખબારી રીપોર્ટ પણ ટાંક્યો હતો. જેમાં કોવિડ પહેલાના માધ્યમ વર્ગી લોકોની સંખ્યા જેવા આંકડા સામેલ છે. આ આંકડાઓનો હવાલો આપીને રાહુલે કેન્દ્રની મોદી સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: Chhattisgarh : નક્સલીઓએ CRPFના કોબ્રા કમાન્ડો Rakeshwar Singhને મૂક્ત કર્યો, પત્નીએ સરકારનો આભાર માન્યો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">