અમદાવાદ રિવરફ્રન્ટમાં બોટિંગ સર્વિસના કોન્ટ્રાક્ટર પાસે લાયસન્સ જ નહોતું? AMC ની સભામાં કાર્યવાહીની રજૂઆત
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગ સર્વિસ બંધ કરવાને લઈ એએમસીની સામાન્ય સભામાં વિપક્ષે મુદ્દો ઉછાળ્યો હતો. વિપક્ષે બોટિંગ સર્વિસને બંધ રાખવાને લઈ સવાલો કર્યા હતા. વિપક્ષે બોટિંગને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હરણી તળાવની ઘટના બાદ બોટિંગ સર્વિસ બંધ કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટમાં આવેલ બોટિંગ સર્વિસ હાલમાં બંધ છે. વડોદરાના હરણી તળાવની ઘટના બાદ તુરત જ અમદાવાદની સાબરમતી નદીમાં ચાલતી બોટિંગ સર્વિસને બંધ કરવામાંં આવી હતી. જેમાં સામે આવ્યુ હતુ કે, પોલીસ ક્લીયરન્સ પ્રમાણપત્ર જ કોન્ટ્રાક્ટરે મેળવ્યુ નથી. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષે બોટિંગ બંધ રાખવાને લઈ સવાલો કર્યા હતા.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
સભામાં ડોક્યુમેન્ટ વેરિફેકેશન ચાલુ હોવાને લઈ જે પૂર્ણ થાય ત્યાં સુધી બોટિંગ સર્વિસ બંધ રહેવાનું જણાવવામા આવ્યુ છે. વિપક્ષના મુજબ લાયસન્સ વિના જ એક વર્ષથી બોટિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે પાંચ દિવસથી કોન્ટ્રાક્ટર ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યો નહોતો. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા સાથે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 24, 2024 09:07 PM
