કોંગ્રેસઃ બુધવારે સંસદીય દળની બેઠક યોજાશે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે સંબોધન

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી બુધવારે યોજાનારી કોંગ્રેસ સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે. આ દરમિયાન 12 સાંસદોના સસ્પેન્શનના નિર્ણય પર ચર્ચા થઈ શકે છે.

કોંગ્રેસઃ બુધવારે સંસદીય દળની બેઠક યોજાશે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે સંબોધન
Sonia Gandhi (File Photo)

બુધવારે સંસદમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠકને સંબોધિત કરશે. સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 9.30 કલાકે બેઠક શરૂ થશે. જેમાં કોંગ્રેસ પાર્ટીના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો ભાગ લેશે. સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળી રહ્યો છે. રાજ્યસભાની કાર્યવાહી દરરોજ ખોરવાઈ રહી છે. દરમિયાન કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી બુધવારે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે. આ દરમિયાન તે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સાંસદો સાથે વાત કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો સંસદના ચાલુ શિયાળુ સત્ર માટે વિપક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના આદેશને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાંસદો સામે અશિસ્ત બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

એવુ પણ કહેવાય છે કે, સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં, સરકારે રજૂ કરેલા કેટલાક બીલ ઉપર વિપક્ષની રજૂઆતને ધ્યાને લીધી નથી. આ મુદ્દે રણનિતી બનાવીને સંસદની બહાર રોડ ઉપર સરકારનો વિરોધ કરવાનુ પણ વિચારવામાં આવી શકે છે અને તેના માટે સંસદસભ્યોને તેને અનુસરવા માટે કહેવાઈ શકે છે.

ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને આર્થિક સહાય કરવાની માંગને વધુ મજબુત રીતે સંસદમાં રજુ કરવા ઉપર પણ ભાર મૂકવામાં આવી શકે છે. કોંગ્રેસ વિપક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના આદેશ સામે વિરોધને વધુ બળવતર બનાવવા માટે નવી રણનીતિ અપનાવવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના જનપથ રોડ પર ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય દળની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સાંસદોને સંસદના સત્રમાં નિયમિત હાજરી આપવા જણાવ્યું હતું. PM એ સાંસદોને કહ્યું કે, તેઓએ ગૃહમાં ફરજીયાતપણે તેમની હાજરી નોંધાવવી જોઈએ, પછી ભલેને મહત્વપૂર્ણ બિલ સૂચિબદ્ધ હોય કે ન હોય, કારણ કે લોકોએ તેમને સંસદમાં પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટ્યા છે.

આ પણ વાંચોઃ

ખેડૂતોની બેઠક બાદ રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી, આંદોલન ચાલું જ રહેશે

આ પણ વાંચોઃ

મોટા સમાચાર : ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati