લક્ષદ્વિપમાં કોંગ્રેસના સાંસદને પ્રવેશબંઘી, વહીવટીતંત્રે કહ્યુ મુલાકાતથી વાતાવરણ ડહોળાશે

લક્ષદ્વિપમાં કોંગ્રેસના સાંસદને પ્રવેશબંઘી, વહીવટીતંત્રે કહ્યુ મુલાકાતથી વાતાવરણ ડહોળાશે
લક્ષદ્વિપમાં કોંગ્રેસના સાંસદને પ્રવેશ બંઘી , વહીવટીતંત્રે કહ્યુ મુલાકાતથી વાતાવરણ ડહોળાશે

કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વિપના વહીવટીતંત્રનું માનવુ છેક, લક્ષદ્વિપમાં ( Lakshadweep ) તાજેતરમાં કરાયેલા સુધારાઓનો વિરોધ કરવાના ભાગરૂપે સાંસદો લક્ષદ્વિપની મુલાકાત લઈ રહ્યાં છે. સાંસદો તેમની મુલાકાત દ્વારા લક્ષદ્વિપના ટાપુવાસીઓને પડતી મુશ્કેલીઓને સમજવાના નામે, રાજકીય કાર્યવાહી કરી રહ્યા હોવાનું વહીવટીતંત્રનું અનુમાન છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 04, 2021 | 6:04 PM

કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ ( Lakshadweep ) ના વહીવટીતંત્રે કોંગ્રેસના સાંસદ હિ‌બી ઈડન (Hibi Eden) અને ટી.એન.પ્રતાપનને(T N Pratapan ) લક્ષદ્વીપમાં પ્રવેશવા માટેની અરજીને નકારી કાઢી છે. સાંસદની પ્રવેશ અરજી નામંજૂર કરતા, એવુ કહ્યુ છે કે સાંસદોની રાજકીય પ્રવૃત્તિઓ માટે તેમની મુલાકાતથી, લક્ષદ્વિપના શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળાશે. સાથોસાથ એવુ પણ કહ્યુ છે કે, કોરોનાની વર્તમાન સ્થિતિને કાબુમાં લેવા સામે અડચણ પણ આવી શકે છે.

લક્ષદ્વિપના ( Lakshadweep ) વહીવટીતંત્રનુ કહેવુ છે કે, સાંસદોની મુલાકાતનો હેતુ વહીવટની નવી નીતિઓને કારણે ટાપુવાસીઓને પડતી મુશ્કેલીઓને સમજવા માટે એક રાજકીય કાર્યવાહી હોવાનું જણાય છે. ગયા મહિને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા રજૂ કરાયેલા નવા સુધારા અંગે હોબાળો થયો હતો. લોકો લક્ષદ્વિપ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી રેગ્યુલેશન ( ગુંડાધારો), લક્ષદ્વીપ એનિમલ પ્રિઝર્વેશન રેગ્યુલેશન અને લક્ષદ્વીપ પંચાયત નિયમન, 2021 જેવા અન્ય કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

વહીવટીતંત્રનુ માનવુ છે કે, કોંગ્રેસના સાંસદોની ટાપુની મુલાકાતથી અશાંતિ ફેલાય તેવી સંભાવના છે. લક્ષદ્વીપના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એસ.અસ્કર અલીએ હુકમમાં જણાવ્યું હતું કે લક્ષદ્વિપ પર કેરળના કોંગ્રેસના સાંસદોની સૂચિત મુલાકાતથી ટાપુઓ અશાંતિ ફેલાવાની સંભાવના છે, કેમ કે રાજકીય પક્ષો અને સ્થાનિક લોકો, રાજકીય પક્ષો, રાજકીય પક્ષના કાર્યકરો, સામાજિક કાર્યકરો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો, વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં કરાયેલા કેટલાક સુધારાઓનો વિરોધ કરવા માટે ઉશ્કેરણી ફેલાવી શકે છે. સુધારાઓનો વિરોધ કરવા અને વહીવટીતંત્ર સામે આંદોલન માટે ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવી શકે છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વિપના વહીવટીતંત્રે વધુમાં જણાવ્યું હતું કે, સાંસદોની મુલાકાતનો હેતુ વહીવટની નવી નીતિઓને કારણે ટાપુવાસીઓને પડતી મુશ્કેલીઓને સમજવા માટે એક રાજકીય કાર્યવાહી હોવાનું જણાય છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati