શશિ થરૂરે સંસદ ટીવીનો શો છોડવાનો નિર્ણય લીધો, રાજ્યસભાના સાંસદોનું સસ્પેન્શન રદ નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમ નહીં કરે

સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં થરૂરે સસ્પેન્ડ કરાયેલા સાંસદોના વિરોધને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહીમાં તમામ પક્ષોને સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેમણે તેમનો શો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

શશિ થરૂરે સંસદ ટીવીનો શો છોડવાનો નિર્ણય લીધો, રાજ્યસભાના સાંસદોનું સસ્પેન્શન રદ નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમ નહીં કરે
Shashi Tharoor

કોંગ્રેસના (Congress) સાંસદ શશિ થરૂરે (Shashi Tharoor) સસ્પેન્ડ કરાયેલા સાંસદો સાથે એકતા દર્શાવતા સંસદ ટીવીનો (Sansad TV) તેમનો ટોક શો ‘ટુ ધ પોઈન્ટ’ ન કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં થરૂરે સસ્પેન્ડ કરાયેલા સાંસદોના વિરોધને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહીમાં તમામ પક્ષોને સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેમણે તેમનો શો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ રવિવારે સંસદ ટીવીના એન્કર પદેથી રાજીનામું આપી દીધું હતું.

શશિ થરૂરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, હું માનું છું કે સંસદ ટીવી પર કાર્યક્રમ હોસ્ટ કરવાનું આમંત્રણ સ્વીકારવું એ ભારતની સંસદીય લોકશાહીની શ્રેષ્ઠ પરંપરા હતી. કારણ કે તે સિદ્ધાંતને મજબૂત બનાવે છે કે આપણા રાજકીય મતભેદો આપણને સંસદીય સંસ્થાઓમાં સાંસદ તરીકે ભાગ લેતા અટકાવતા નથી. જો કે, રાજ્યસભાના (Rajya Sabha) 12 સાંસદોને મનસ્વી રીતે સસ્પેન્ડ કરવાથી સંસદની દ્વિપક્ષીય ભાવના પર સવાલો ઉભા થયા છે.

12 સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને છેલ્લા અઠવાડિયાથી સંસદમાં (Parliament) ગતિરોધ ચાલી રહ્યો છે. સસ્પેન્શન પાછું ખેંચવાની માગ સાથે વિપક્ષી પાર્ટીઓ સંસદ પરિસરમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. સરકાર સાંસદો પાસેથી માફીની માગ કરી રહી છે, પરંતુ સસ્પેન્ડેડ સાંસદો અને વિપક્ષી પાર્ટીઓ તેનો ઇનકાર કરી રહી છે.

પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi) એ 12 સાંસદોમાં સામેલ છે જેમને ગૃહમાં ખરાબ વર્તનના આરોપમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન સામે ચતુર્વેદીએ રાજીનામું આપ્યું છે. સપ્ટેમ્બરમાં જ શશિ થરૂર અને શિવસેના (Shiv Sena) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને સંસદ ટીવીના અલગ-અલગ કાર્યક્રમો હોસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

રવિવારે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને મોકલવામાં આવેલા પત્રમાં પ્રિયંકાએ કહ્યું, મેં સંસદ ટીવી કાર્યક્રમ ‘મેરી કહાની’ને એન્કરીંગ ન કરવાનો નિર્ણય લીધો છે. મારા મનસ્વી સસ્પેન્શન પછી, જેણે સ્થાપિત સંસદીય ધોરણો અને નિયમોને સંપૂર્ણપણે કલંકિત કર્યા છે, મારા અને મારા પક્ષના અવાજને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જ્યારે મને બંધારણના પ્રાથમિક શપથ લેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે હું સંસદ ટીવીની જવાબદારી નિભાવવામાં અનિચ્છા અનુભવું છું.

આ પણ વાંચો : ભારતે રશિયા સાથે AK-203 એસોલ્ટ રાઈફલ ડીલ પર હસ્તાક્ષર કર્યા, ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા INSAS ની જગ્યા લેશે

આ પણ વાંચો : Farmers Protest: ખેડૂત નેતા ચઢૂનીએ કહ્યું- સરકાર વાતચીત માટે બોલાવે તેની રાહ જોઈ રહ્યા છીએ, માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ખેડૂતો બોર્ડરથી નહીં હટે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati