National Herald Case: મંગળવારે ED ફરી કરશે રાહુલ ગાંધીની પૂછપરછ, એજન્સી રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ટ નહીં: સુત્ર

સોમવારે રાહુલ ગાંધીની EDએ લગભગ સાડા આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. EDએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે તબક્કામાં પૂછપરછ કરી છે. અગાઉ તેની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

National Herald Case: મંગળવારે ED ફરી કરશે રાહુલ ગાંધીની પૂછપરછ, એજન્સી રાહુલ ગાંધીના જવાબથી સંતુષ્ટ નહીં: સુત્ર
Rahul Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 10:40 PM

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) સોમવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મંગળવારે પણ તેમની પૂછપરછ કરે તેવી શક્યતા છે. આ માટે EDએ તેમને ફરીથી સમન્સ પાઠવ્યા છે. સોમવારે રાહુલ ગાંધીની EDએ લગભગ સાડા આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. EDએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે તબક્કામાં પૂછપરછ કરી છે. અગાઉ તેની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેની ફરીથી પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

આજે EDએ રાહુલ ગાંધીને ઘણા સવાલ પૂછ્યા છે. રાહુલ ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેને લઈ આજે તે હાજર થયા હતા. તે પહેલા તેઓ નેતાઓ અને કાર્યકરો સાથે દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરથી નીકળી ગયા હતા. આ દરમિયાન પોલીસે અનેક નેતાઓને કસ્ટડીમાં પણ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમનું કહેવું છે કે પોલીસે તેમની સાથે મારપીટ કરી હતી. આ કારણે તેમને હેરલાઈન ફ્રેક્ચર થયું છે.

સવારે 11:10 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા

મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લગભગ 11.10 વાગ્યે દિલ્હીમાં EDના મુખ્યાલય પહોંચ્યા હતા. આ પછી કેટલીક ટૂંકી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી અને તેમની હાજરી નોંધવામાં આવી. પ્રવેશના લગભગ 20 મિનિટ બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ED દ્વારા તેમને લગભગ 2.10 વાગ્યે લંચ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી અને તેઓ લગભગ 3.30 વાગ્યે પાછા ફર્યા હતા. તપાસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકીની યંગ ઈન્ડિયન કંપનીમાં કથિત નાણાકીય અનિયમિતતાઓને લગતી છે. નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત થાય છે અને તેની માલિકી યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડની છે.

કોંગ્રેસે સાધ્યું નિશાન

તે જ સમયે કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ માહિતી આપી છે કે પોલીસે કેસી વેણુગોપાલ સાથે પણ ઝપાઝપી કરી છે. કોંગ્રેસે સોમવારે કથિત મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને તેણે દેશમાં આતંક ફેલાવ્યો છે. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના ED સમક્ષ હાજર થવા પર પાર્ટીના સત્યાગ્રહને રોકવા માટે કેન્દ્ર સરકારે નવી દિલ્હી વિસ્તારમાં અઘોષિત કટોકટી લાદી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">