ઉદ્યોગપતિ Gautam Adani ની સંપત્તિમાં વધારા મુદ્દે રાહુલ ગાંધીએ પૂછયો આ વેધક સવાલ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ વર્ષે તેમની સંપત્તિમાં અનેક ઘણો વધારો કર્યો. ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિ વધારવાના કિસ્સામાં જેફ બેઝોસ અને એલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે. તેવા સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે વર્ષ 2020 માં સામાન્ય લોકોની સંપત્તિ કેટલી વધી છે.

ઉદ્યોગપતિ Gautam Adani ની સંપત્તિમાં વધારા મુદ્દે રાહુલ ગાંધીએ પૂછયો આ વેધક સવાલ

ભારતીય ઉદ્યોગપતિ Gautam Adani એ આ વર્ષે તેમની સંપત્તિમાં અનેક ઘણો વધારો કર્યો.ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિ વધારવાના કિસ્સામાં જેફ બેઝોસ અને એલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે. તેવા સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે વર્ષ 2020 માં સામાન્ય લોકોની સંપત્તિ કેટલી વધી છે.

રાહુલ ગાંધીએ Gautam Adani ની સંપત્તિમાં વધારાના સમાચાર શેર કરતા ટ્વિટ કર્યું કે, “વર્ષ 2020 માં તમારી સંપત્તિ કેટલી વધી? ઝીરો . તમે જીવવા માટે સંઘર્ષ કરો છો જયારે તે 12 લાખ કરોડ રૂપિયા કમાય છે પોતાની સંપત્તિમાં 50 ટકા વધારો કરી લે છે. તમે મને કેમ કહી શકો છો? આવું કેમ

અદાણીની સંપત્તિમાં વધારો થયો 

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ રોકાણકારોએ ગૌતમ અદાણીના બિઝનેસમાં રસ લીધો છે જેના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે. ગૌતમ અદાણીના પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સ સુધીના વ્યવસાયમાં છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોએ ઘણું રોકાણ કર્યું છે, જેથી તેમના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વૃદ્ધિથી અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે.

સંપત્તિ 50 અબજ ડોલર થઈ
રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 2021 માં 16.2 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં અદાણી આ વર્ષે સૌથી વધુ કમાણી કરતા કારોબારી બન્યા છે. આ મામલે અદાણીએ એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.

અદાણીની સંપત્તિમાં વધારાને કારણે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે. આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં ફક્ત 8.1 અબજ ડોલરનો જ ઉમેરો થયો છે. આ સાથે ગૌતમ અદાણીનું વધતું કદ પણ આ અહેવાલમાં જોઇ શકાય છે. અદાણી ભારતમાં પોર્ટ, એરપોર્ટ, ડેટા સેન્ટરો અને કોલસાની ખાણો જેવા વેપાર ચલાવી રહ્યા છે.