AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્યું, કોંગ્રેસના આ નેતાએ રામ મંદિર વિશે કરી આવી વાત, વિવાદનો છંછેડાયો મધપુડો, જાણો

અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ કાર્યક્રમને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલુ છે. ભાજપ કહે છે કે કોંગ્રેસને રામમાં આસ્થા નથી જ્યારે કોંગ્રેસ માને છે કે ભારતીય જનતા પાર્ટી, રામના નામે પથ્થર તરે તેમ, રામના નામ પર રાજનીતિ કરી રહી છે. વિવાદોની અત્યાર સુધીની ઘટનામાં હવે જોડાય છે એક નવું નામ, જેમણે રામમંદિર અને ભાજપને લઈને કર્યું છે વિવાદાસ્પદ નિવેદન. જાણો તેમણે શુ કહ્યું

પત્યું, કોંગ્રેસના આ નેતાએ રામ મંદિર વિશે કરી આવી વાત, વિવાદનો છંછેડાયો મધપુડો, જાણો
Congress leader Udit Raj
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2024 | 1:50 PM
Share

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરના લોકાર્પણ અને અભિષેક સમારોહને લઈને દેશના અગ્રણી રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલુ હતો, ચાલુ છે અને હવે એવુ લાગી રહ્યું છે કે આ બન્ને પક્ષના નેતાઓ વચ્ચે રામમંદિર અને રામલલ્લાને લઈને પણ વિવાદ યથાવત રહેશે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પાર્ટીના નેતા ઉદિત રાજે ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારતમાં 500 વર્ષ બાદ નવા સ્વરૂપે મનુવાદ પુનરાગમન કરી રહ્યો છે. ઉદિતે હવે આ ટ્વીટને પિન પણ કર્યું છે, એટલે માટે કે તેમનુ વિવાદાસ્પદ નિવેદનને લગતુ ટ્વિટર, તેમના ટ્વિટર એકાઉન્ટમાં સૌથી મોખરે દેખાય છે.

રામ મંદિર મેનેજમેન્ટ સમિતિ તરફ ઈશારો કરતા ઉદિત રાજે કહ્યું કે, તેઓ કોણ છે આમંત્રણ આપવા વાળા ? ઉદિતે પૂછ્યું છે કે શું ભગવાન રામ તેમના બંદી છે. તેમણે કહ્યું છે કે જ્યારે પણ તેમને એવું લાગશે ત્યારે તેઓ તેમના ઘરે જઈને પૂજા કરશે.

ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા ઉદિત રાજે કહ્યું છે કે, આ લોકોનો મતલબ એવો છે કે માત્રને માત્ર ભાજપ અને વીએચપી વાળા જ ભાગવાન રામમાં માને છે, બીજું કોઈ રામમાં માનતા નથી. ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ ઉદિતે કહ્યું છે કે, સદીઓથી આ દેશમાં ઘરે ઘરે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના લોકો, રામના નામે સુપર પોલિટિક્સ કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા

ઉદિત રાજના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના નેતા તરુણ ચુગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તરુણે કહ્યું છે કે, આ નિવેદન જ ઉદિત રાજની માનસિક નાદારી સાબિત કરે છે. ભાજપના નેતાએ આ મુદ્દે સોનિયા ગાંધીને પૂછ્યું છે કે, શ્રીમતિ સોનિયા ગાંધી જણાવે કે શું તેઓ ઉદિત રાજના આ નિવેદન સાથે સહમત છે ?

ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ પણ કહ્યું છે કે, જે કોંગ્રેસ ભગવાન રામના અસ્તિત્વને નકારતી હતી અને એફિડેવિટ આપી હતી… આજે તે પક્ષના જ નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા છે. રામ મંદિરના નિર્માણને નવું નિર્માણ ગણાવતા કોહલીએ કહ્યું છે કે, કોંગ્રેસના નેતાઓના નિવેદનમાં નિરાશા સાપડે છે જે દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા સદકાર્યોનો કોઈ જવાબ નથી.

g clip-path="url(#clip0_868_265)">