કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ગૃહપ્રધાન અમિત શાહ અને RSSના કર્યા વખાણ

પુસ્તક વિમોચન પ્રસંગે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે તેમની નર્મદા યાત્રા દરમિયાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને સરકારની મળેલી મદદ એ રાજકીય સમરસતાનો દાખલો છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ગૃહપ્રધાન અમિત શાહ અને RSSના કર્યા વખાણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 7:21 PM

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે નર્મદા યાત્રા પર લખાયેલા પુસ્તક (Digvijay Singh Book Release on Narmada Yatra) ના વિમોચન પ્રસંગે ગૃહ પ્રધાન અમિત શાહ ( AMIT SHAH) અને RSSના વખાણ કર્યા. તેમણે પ્રશંસા કરી અને કહ્યું કે નર્મદા પરિક્રમા દરમિયાન તેમને સરકાર અને સંઘ તરફથી ઘણો સહકાર (Digvijay Praise to Amit Shah or RSS) મળ્યો. દિગ્વિજય સિંહે કહ્યું કે તેઓ અમિત શાહ અને સંઘ બંનેના સૌથી મોટા ટીકાકાર છે, પરંતુ યાત્રા દરમિયાન બંને તરફથી તેમને મળેલા સહયોગને તેઓ ભૂલી શકતા નથી.

કોંગ્રેસના નેતા (Congress Leader) એ જણાવ્યું હતું કે તેમની નર્મદા યાત્રા દરમિયાન અમિત શાહે વન વિભાગના અધિકારીને કહીને તેમના માટે રેસ્ટ હાઉસમાં વ્યવસ્થા કરી હતી. અમિત શાહના મોટા ટીકાકાર હોવા છતાં અમિત શાહે આ વાતનું પૂરું ધ્યાન રાખ્યું કે મારી નર્મદા યાત્રામાં કોઈ વિક્ષેપ ન આવે. દિગ્વિજય સિંહે કહ્યું કે તેઓ ક્યારેય અમિત શાહને રૂબરૂ મળ્યા નથી. પરંતુ તેમ છતાં તેમણે આપેલા સહકાર માટે ગૃહ પ્રધાનનો આભાર માન્યો હતો.

દિગ્વિજય સિંહે અમિત શાહના વખાણ કર્યા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પુસ્તક વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે તેમની નર્મદા યાત્રા દરમિયાન સંઘ અને સરકારની મળેલી મદદ એ રાજકીય સમરસતાનો દાખલો છે. દિગ્વિજય સિંહે કહ્યું કે અમને આ વાત ક્યારેક યાદ નથી આવતી. આપણે ઘણીવાર આ બાબતો ભૂલી જઈએ છીએ. કોંગ્રેસી નેતાએ કહ્યું કે, પોતે ઘોર વિરોધી હોવા છતાં, સરકારે તેમને યાત્રા દરમિયાન સંપૂર્ણ સહકાર આપ્યો. તેમણે કહ્યું કે તેમના વિચારો હંમેશા સંઘના વિચારોથી અલગ રહ્યા છે. પરંતુ તેમ છતાં, પ્રવાસ દરમિયાન સંઘના લોકો તેમને મળવા આવતા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દિગ્વિજય સિંહની 3,300 કિમી લાંબી નર્મદા પદયાત્રા દિગ્વિજય સિંહે કહ્યું કે વિરોધાભાસી મંતવ્યો પછી પણ સંઘના કાર્યકરોને તેમને મળવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે નર્મદા યાત્રા દરમિયાન મળેલા સહયોગ માટે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પણ આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે તેમની પત્ની અમૃતા સિંહ સાથે વર્ષ 2018 માં નર્મદા પરિક્રમા પદયાત્રા કરી હતી. 192 દિવસ સુધી ચાલેલી તેમની પદયાત્રા નરસિંહપુર જિલ્લાના બર્મન ઘાટ પર સમાપ્ત થઈ હતી. ઘાટ પર પહોંચતા કોંગ્રેસના નેતાએ તેમની પત્ની સાથે પ્રાર્થના કરી હતી. બંનેની મુસાફરી લગભગ 3,300 કિમી લાંબી હતી.

આ પણ વાંચોઃ Ranbir Alia Wedding News: મોકૂફ રાખવામાં આવ્યો રણબીર-આલિયાના લગ્નનો પ્લાન, જાણો કેમ બગડી વાત?

આ પણ વાંચોઃ ભારતીય અર્થતંત્રને લઈને મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આપ્યું નિવેદન, કહ્યું ‘આ નાણાકીય વર્ષમાં ગ્રોથરેટ રહેશે 10 ટકા’

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">