કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન Buta Singhનું નિધન

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન Buta Singhનું નિધન

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી Buta singh નું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. બુટા સિંહે પોતાની પ્રથમ ચુંટણી અકાલી દળના સભ્ય તરીકે લડી હતી. તેમજ વર્ષ 1960 ના દશકામાં તે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં સામેલ થયા હતા. તે પ્રથમ વાર વર્ષ 1962 માં સાધના મત વિસ્તારથી ત્રીજી લોકસભા ચુંટણી લડ્યા હતા.

તેની બાદ તે કેન્દ્રીય ગૃહ મંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી સહિત અનેક પદો પર રહ્યા હતા. તે વર્ષ 2007માં રાષ્ટ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ હતા. તેમણે પંજાબી સાહિત્ય અને શીખ ઇતિહાસ અને પંજાબી સ્પીકિંગ સ્ટેટ નામનું પુસ્તક ( એક મહત્વપૂર્ણ વિશ્લેષણ ) પર લેખોનો સંગ્રહ પણ લખ્યો છે.