અત્યાર સુધીમાં 63 વાર તૂટી છે કોંગ્રેસ પાર્ટી, ઇન્દિરા ગાંધીને પણ પાર્ટીમાંથી કાઢી મુકાયા હતા

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi)ને જ પાર્ટીમાંથી બહાર કાઢી મુક્યા હતા. તેમના પર શિસ્ત ભંગનો આરોપ હતો.

અત્યાર સુધીમાં 63 વાર તૂટી છે કોંગ્રેસ પાર્ટી, ઇન્દિરા ગાંધીને પણ પાર્ટીમાંથી કાઢી મુકાયા હતા
Congress has broken 63 times so far, Indira Gandhi was also expelled from the party

પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અને કેપ્ટન અમરિંદર સિંહ (Cpt Amarinder Singh)ની નારાજગી વચ્ચે રાજકીય પંડિતો ફરી એક વખત કોંગ્રેસ (Congress) માં ભાગલા પડવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસમાં ભાગલા પડવા આ ઘટના પહેલી વાર નથી બની રહી.આઝાદી પહેલા બે વખત અને આઝાદી પછી 61 વખત એમ અત્યાર સુધીમાં કુલ 63 વાર કોંગ્રેસમાં અણબનાવ થયો હતો. વર્ષ 2016 માં અજિત જોગી તેમની નવી પાર્ટી બનાવનારા છેલ્લા કોંગ્રેસી હતા. કોંગ્રેસના ઇતિહાસમાં અત્યાર સુધી આવી 63 મોટી ઘટનાઓ બની છે કે જ્યારે કોંગ્રેસના જ નેતાઓએ પાર્ટીથી અલગ થઈને નવી પાર્ટી બનાવી હોય.

આઝાદી પછી કોંગ્રેસમાં 61 ભાગલા પડ્યા
આઝાદી પછી કોંગ્રેસમાં સૌથી મોટું વિભાજન થયું. ત્યારથી લઈને 2016 સુધી કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓએ 61 નવી રાજકીય પાર્ટીઓ બનાવી છે. આઝાદી પછી કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓએ 1951 માં ત્રણ નવી પાર્ટી બનાવી હતી.જેમાં જીવતરામ કૃપલાણીએ કિસાન મઝદૂર પ્રજા પાર્ટી, ટંગતુરી પ્રકાશમ અને એનજી રંગાએ હૈદરાબાદ સ્ટેટ પ્રજા પાર્ટી (Hyderabad State Praja Party) શરૂ કરી અને નરસિંહભાઈએ સૌરાષ્ટ્ર ખેડૂત સંઘ (Saurashtra Khedut Sangh) નામનો અલગ રાજકીય પક્ષ શરૂ કર્યો. આમાં હૈદરાબાદ સ્ટેટ પ્રજા પાર્ટી કિસાન મઝદૂર પ્રજા પાર્ટી (Kisan Mazdoor Praja Party) માં ભળી ગઈ. પાછળથી કિસાન મઝદૂર પ્રજા પાર્ટી પ્રજા સમાજવાદી પાર્ટીમાં અને સૌરાષ્ટ્ર ખેડૂત સંઘ સ્વતંત્ર પાર્ટીમાં ભળી ગયો.

1956-1970 દરમિયાન કોંગ્રેસમાંથી 12 નવી પાર્ટીઓ બની
કોંગ્રેસના દિગ્ગજ નેતા સી. રાજગોપાલાચારીએ 1956 માં પાર્ટી છોડી દીધી. રાજગોપાલાચારીએ પાર્ટી છોડ્યા બાદ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક કોંગ્રેસ પાર્ટી (Indian National Democratic Congress Party) ની સ્થાપના કરી. આ પાર્ટી મદ્રાસ સુધી સીમિત રહી. જોકે બાદમાં રાજગોપાલાચારીએ એનસી રંગા સાથે 1959 માં સ્વતંત્ર પાર્ટી (Svatantra Party)ની સ્થાપના કરી અને તેમાં ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક પાર્ટીનું વિલીનીકરણ કર્યું.

સ્વતંત્ર પાર્ટીનું ધ્યાન બિહાર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા અને મદ્રાસમાં વધારે હતું. 1974 માં સ્વતંત્ર પાર્ટીનું ભારતીય ક્રાંતિ દળ(Bhartiya Kranti Dal) માં પણ વિલીનીકરણ થયું હતું. આ સિવાય 1964 માં કેએમ જ્યોર્જે કેરળ કોંગ્રેસ (Kerala Congress) નામની નવી પાર્ટી બનાવી. જોકે બાદમાં આ પાર્ટીમાંથી બહાર આવેલા નેતાઓએ પોતાની અલગ અલગ સાત પાર્ટીઓ બનાવી. હરેકૃષ્ણ મહેતાબ, જેમણે 1966 માં કોંગ્રેસ છોડી દીધી તેમણે ઓડિશા જન કોંગ્રેસ (Odisha Jan Congress) ની સ્થાપના કરી. બાદમાં તે જનતા પાર્ટી (Janata Party)માં ભળી ગઈ.

ઇન્દિરા ગાંધીને પણ પાર્ટીમાંથી કાઢી મુકાયા હતા
આ વાત 12 નવેમ્બર 1969 ની છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi)ને જ પાર્ટીમાંથી બહાર કાઢી મુક્યા હતા. તેમના પર શિસ્ત ભંગનો આરોપ હતો. તેના જવાબમાં ઇન્દિરા ગાંધીએ નવી કોંગ્રેસની રચના કરી. જેનું નામ કોંગ્રેસ આર.(Congress-R) નામ આપવામાં આવ્યું હતું. ઇન્દિરા સાથેના વિવાદને કારણે કે. કામરાજ અને મોરારજી દેસાઇએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન (Indian National Congress Organization) નામથી અલગ પાર્ટી બનાવી બાદમાં તે જનતા પાર્ટીમાં ભળી ગઈ.

1969માં બીજુ પટનાયકે ઓડિશામાં ઉત્કલ કોંગ્રેસ (Utkal Congress)ની રચના કરી, મેરી ચેના રેડ્ડીએ આંધ્રપ્રદેશમાં તેલંગણા પ્રજા સમિતિ (Telangana Praja Samiti)ની રચના કરી. એ જ રીતે 1978માં ઇન્દિરાએ કોંગ્રેસ છોડી દીધી અને નવી પાર્ટી બનાવી. તેને કોંગ્રેસ I નામ આપવામાં આવ્યું હતું. એક વર્ષ પછી એટલે કે 1979માં ડી દેવરાજ યુઆરએસએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ યુઆરએસ (Indian National Congress URS) નામની પાર્ટી બનાવી. દેવરાજની પાર્ટી હવે અસ્તિત્વમાં નથી.

મમતા બેનર્જી અને શરદ પવાર પણ અલગ થયા
1998 માં મમતા બેનર્જી (Mamta Banerjee)એ કોંગ્રેસ છોડી દીધી અને અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ (All India Trinamool Congress)ની રચના કરી. તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. એક વર્ષ બાદ શરદ પવાર, પીએ સંગમા અને તારિક અનવરે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ની રચના કરી, હવે તે NCP તરીકે ઓળખાય છે. શરદ પવાર હજી પણ તેના પ્રમુખ છે. છેલ્લી વખત 2016માં છત્તીસગઢમાં કોંગ્રેસના મોટા નેતા અજીત જોગીએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને છત્તીસગઢ જનતા કોંગ્રેસ (Chhattisgarh Janata Congress)નામની નવી પાર્ટી બનાવી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati