ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસની G-23 જૂથની બેઠક, આનંદ શર્મા અને કપિલ સિબ્બલ રહ્યા હાજર

તેમણે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી માટે વિશ્વસનીય વિકલ્પ રજૂ કરવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વાતચીત શરૂ કરવી જોઈએ.

ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસની G-23 જૂથની બેઠક, આનંદ શર્મા અને કપિલ સિબ્બલ રહ્યા હાજર
Kapil Sibal - Ghulam Nabi Azad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 10:23 PM

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદના (Ghulam Nabi Azad) ઘરે ગુરુવારે જી-23 નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને આનંદ શર્મા પણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. G-23 નેતાઓની બેઠક પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત દરમિયાન તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામો અને પાર્ટીને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ છે. માનવામાં આવે છે કે બંને નેતાઓએ હરિયાણામાં પાર્ટીને મજબૂત કરવાની વાત પણ કરી છે. હુડ્ડા G-23 જૂથના સભ્ય પણ છે જે પાર્ટીમાં સંગઠનાત્મક પરિવર્તન અને સામૂહિક નેતૃત્વની માગ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીને મળ્યા બાદ હુડ્ડા G-23 જૂથના અગ્રણી સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નિવાસ સ્થાને ગયા હતા. બાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા પણ આઝાદના ઘરે પહોંચ્યા હતા અને બેઠકમાં હાજરી આપી હતી. એવું માનવામાં આવે છે કે આ નેતાઓએ બુધવારે યોજાયેલી બેઠકની પૃષ્ઠભૂમિમાં આગળની રણનીતિ પર ચર્ચા કરી છે. કોંગ્રેસના G-23 જૂથના નેતાઓએ બુધવારે તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવા માટે બેઠક કરી હતી અને કહ્યું હતું કે પાર્ટી માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો સામૂહિક અને સર્વસમાવેશક નેતૃત્વની વ્યવસ્થા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સમાન વિચાર ધરાવતા પક્ષો સાથે સંવાદ શરૂ કરવી જોઈએ

તેમણે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી માટે વિશ્વસનીય વિકલ્પ રજૂ કરવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વાતચીત શરૂ કરવી જોઈએ. કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, શશિ થરૂર, શંકરસિંહ વાઘેલા, અખિલેશ પ્રસાદ સિંહ, સંદીપ દીક્ષિત, વિવેક ટંખા, પૃથ્વીરાજ ચવ્હાણ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, રાજ બબ્બરે રાજ્યસભાના ભૂતપૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના ઘરે આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.

મણિશંકર ઐયર, પીજે કુરિયન, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, કુલદીપ શર્મા, પ્રનીત કૌર અને એમએ ખાન હાજર હતા. કોંગ્રેસના G-23 નેતાઓનું જૂથ એ જ છે, જેણે ઓગસ્ટ 2020માં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સક્રિય અધ્યક્ષ અને સંગઠનમાં ફેરફારની માગ કરી હતી.

આ પણ વાંચો : Weather Alert: હોળી પહેલા જ ગરમીમાં અસહ્ય વધારો, હવામાન વિભાગે દેશના 8 રાજ્યો માટે જાહેર કર્યું હીટ વેવ એલર્ટ

આ પણ વાંચો : West Bengal: મમતા બેનર્જીનો દાવો, ચાર-પાંચ વર્ષ પહેલા મને પણ 25 કરોડમાં પેગાસસ ખરીદવાની ઓફર મળી હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">