લખીમપુર હિંસા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના બે જજ દ્વારા કરાવવા રાષ્ટ્રપતિ સમક્ષ કોંગ્રેસની માંગ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરી હિંસા કેસ પર અમે રાષ્ટ્રપતિને કહ્યું કે આરોપીના પિતા, જે ગૃહ રાજ્યમંત્રી છે, તેમને દૂર કરવા જોઈએ કારણ કે તેઓ હોદ્દા ઉપર હોય તો આ કિસ્સાની નિષ્પક્ષ તપાસ શક્ય નથી.

લખીમપુર હિંસા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના બે જજ દ્વારા કરાવવા રાષ્ટ્રપતિ સમક્ષ કોંગ્રેસની માંગ

Lakhimpur Kheri violence Case: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિમંડળ લખીમપુર ખીરી હિંસા કેસમાં (Lakhimpur Kheri Case) યોગ્ય કાર્યવાહીની માંગણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (president ramnath kovind) મળ્યું હતું. આ દરમિયાન, ઘટનાની હકીકતો સાથે સંબંધિત એક મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું હતુ. જેમાં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો દ્વારા લખીમપુર ખીરી હત્યા કેસની તપાસ કરવાની માંગ કરવામાં આવી.

લખીમપુર ખીરીમાં થયેલી હિંસાની ઘટના અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ( Congressional delegation ) આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યું હતું. યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં થયેલી હિંસાની ઘટના અંગે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આ મામલે સક્રિય જોવા મળતી પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા અને તેમને આ ઘટના સંબંધિત હકીકતો સાથે એક મેમોરેન્ડમ રજૂ કર્યું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરી હિંસા કેસ પર અમે રાષ્ટ્રપતિને કહ્યું કે આરોપીના પિતા, જે ગૃહ રાજ્યમંત્રી છે, તેમને દૂર કરવા જોઈએ કારણ કે તેઓ હોદ્દા ઉપર હોય તો આ કિસ્સાની નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ ઉપરાંત લખીમપુર ખીરી હત્યા કેસમાં અમે સુપ્રીમ કોર્ટના બે સિટીંગ જજો દ્વારા પણ તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Fact Check : શું સાચે WhatsApp રોજ રાત્રે થઇ જશે બંધ ? સરકારે સાચે આપ્યા છે આવા કોઇ આદેશ ? જાણો વાયરલ મેસેજની સત્યતા

આ પણ વાંચોઃ આ લોકો મહાત્મા ગાંધીને બદલે વીર સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે, AIMIM ના વડા ઓવેસીનો રાજનાથસિંહ પર વાકપ્રહાર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati