રેઈનકોટ પહેરવો કે સ્વેટર પહેરવુ તેને લઈ અવઢવ, 7 રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ

હવામાન વિભાગે આગામી 4 દિવસો માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશામાં ભારે વરસાદ થવાની આગાહી આપી છે. 18 નવેમ્બર સુધી વરસાદ વરસવાની શક્યતા દર્શાવી છે.

રેઈનકોટ પહેરવો કે સ્વેટર પહેરવુ તેને લઈ અવઢવ, 7 રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ
Rain(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 3:40 PM

દેશમાં શિયાળા(Winter)ની શરુઆત થઇ ગઇ છે. ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં તો કડકડતી ઠંડીનો અનુભવ પણ થઇ રહ્યો છે. જો કે આ શિયાળા વચ્ચે ભારતના જ કેટલાક રાજ્યોમાં ચાર દિવસ ભારે વરસાદ(Rain) પડવાની આગાહી હવામાન વિભાગે(Meteorological Department) કરી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી 4 દિવસો માટે 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી તામિલનાડુ સહિત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. તો કેરળના ત્રણ જિલ્લા ઈડુક્કી, ત્રિશૂર અને એર્નાકુલમમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રવિવારે બપોરના સમયે ઓવરફ્લો થઈ રહેલા જળાશયના દબાણને ઘટાડવા માટે ઈડુક્કી બાંધનું એક શટર 40 સેમી પહોળું કરીને ખોલવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે મુલ્લાપેરિયાર બાંધને પણ ખોલવામાં આવે તેવી શક્યતા છે કારણ કે, કેરળમાં ભારે વરસાદ વચ્ચે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે,એક વાવાઝોડું દક્ષિણી કર્ણાટક અને પાડોશી ઉત્તર તમિલનાડુની આસપાસ સ્થિત છે અને બીજું દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર સ્થિત છે. પશ્ચિમી હવાઓના કારણે કેરળમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખી અધિકારીઓ અને લોકોએ ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વરસાદ પડવાનું કારણ આઈએમડીના જણાવ્યા પ્રમાણે અરબ સાગરના મધ્ય વિસ્તારમાં દબાણના કારણે એક સિસ્ટમ સક્રિય થઇ છે. જેની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે. 15મી નવેમ્બર સુધી ઉત્તરી આંદામાન સાગર અને તેને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર આ સિસ્ટમ વધી શકે છે. જેના કારણે આ સિસ્ટમ 17મી નવેમ્બર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક તોફાનમાં ફેરવાઈ જશે. 18મી નવેમ્બર સુધીમાં તે દક્ષિણ આંધ્ર પ્રદેશ કિનારે પહોંચશે અને વરસાદ પડશે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગે 18મી નવેમ્બર સુધી કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ ‘બંટી ઔર બબલી 2’માં રાની મુખર્જીની એક્ટિંગ પર પુત્રી આદિરાની આવી હતી પ્રતિક્રિયા, અભિનેત્રીએ કહ્યું- મારા માટે ફિલ્મ…

આ પણ વાંચોઃ Surat : સુરતના એન્ટ્રી પોઇન્ટ પર એક અઠવાડિયામાં 17 હજાર કરતા વધુ કોરોના ટેસ્ટ, એકપણ પોઝિટિવ નહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">