Helicopter Crash: ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત હજુ પણ નાજુક, આખો દેશ સ્વાસ્થ્ય માટે કરી રહ્યો છે પ્રાર્થના

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે અગાઉ ગયા વર્ષે તેજસ એરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન મોટી ટેકનિકલ ખામી સર્જાતાં કટોકટીમાં એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું અને તે બચી ગયા હતા.

Helicopter Crash: ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત હજુ પણ નાજુક, આખો દેશ સ્વાસ્થ્ય માટે કરી રહ્યો છે પ્રાર્થના
Group Captain Varun Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 10:08 PM

હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter Crash) એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની (Group Captain Varun Singh) હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર છે. વાયુસેનાના (Air Force) અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ 8 ડિસેમ્બરના હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હાલ બેંગલુરૂની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ છે. આખો દેશ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

તેના માતા-પિતા પણ બેંગ્લોર પહોંચી ગયા છે. જ્યારે તેણે પોતાના પુત્રને ICU ની બહારથી જોયો તો તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પરંતુ પછી પોતાની જાતને સંભાળીને કહ્યું કે મારો પુત્ર યોદ્ધા છે અને આ લડાઈમાં પણ જીતીને પાછો ફરશે. વરુણ સિંહ વિશેની આ માન્યતા માત્ર તેના માતા-પિતાની જ નહીં પરંતુ તેને ઓળખનાર દરેક વ્યક્તિની પણ છે, કારણ કે તેના જુસ્સા અને હિંમતને કારણે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ આ પહેલા પણ મોતને હરાવી ચૂક્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે અગાઉ ગયા વર્ષે તેજસ એરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન મોટી ટેકનિકલ ખામી સર્જાતાં કટોકટીમાં એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું અને તે બચી ગયા હતા. તેમની બહાદુરી માટે તેમને આ વર્ષે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. વરુણ સિંહને આ વર્ષની શરૂઆતમાં વીરતા માટે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

યુપીના દેવરિયાના છે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર તાલુકામાં આવેલા કનહોલી ગામના વતની છે. વરુણ સિંહ હાલમાં ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન તરીકે પોસ્ટેડ છે અને તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (DSSC) ના ડાયરેક્ટીંગ સ્ટાફ છે. વરુણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ પણ સેનામાંથી નિવૃત્ત છે. જો કે હાલમાં તેનો પરિવાર મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે.

આ પણ વાંચો : સંસદમાં કોઈપણ બિલ કાયદો કેવી રીતે બને છે ? જાણો શું હોય છે તેની પ્રક્રિયા ?

આ પણ વાંચો : ‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">