ગુજરાતીઓ સાવધાન ! પાકિસ્તાન તરફથી આવી રહી છે એવી મુસીબત કે જે તમને કંપાવી નાખશે, તમારા ‘શસ્ત્ર-સરંજામ’ માળિયે ન ચઢાવી દેતા !

ગુજરાતીઓ સાવધાન ! પાકિસ્તાન તરફથી આવી રહી છે એવી મુસીબત કે જે તમને કંપાવી નાખશે, તમારા ‘શસ્ત્ર-સરંજામ’ માળિયે ન ચઢાવી દેતા !

પાકિસ્તાન એમ તો આખાય ભારતને કોઈ પણ રીતે પરેશાન કરવા તત્પર રહે છે, પરંતુ આ વખતે મુસીબત ગુજરાત ઉપર આવી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને એ હદે ઘટ્યું છે કે પંખા અને એસી ચાલું કરવા પડે, તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતીઓને લાગતું હશે કે ઠંડી હવે જતી રહી છે […]

TV9 Web Desk

|

Feb 07, 2019 | 3:46 AM

પાકિસ્તાન એમ તો આખાય ભારતને કોઈ પણ રીતે પરેશાન કરવા તત્પર રહે છે, પરંતુ આ વખતે મુસીબત ગુજરાત ઉપર આવી રહી છે.

છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને એ હદે ઘટ્યું છે કે પંખા અને એસી ચાલું કરવા પડે, તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતીઓને લાગતું હશે કે ઠંડી હવે જતી રહી છે અને તેઓ ધીમે-ધીમે ફરી એક વાર ગરમીનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.

પરંતુ સાવધાન ! ઠંડીએ હજી વિદાય નથી લીધી, કારણ કે આજે સાંજથી જ ઠંડી ફરી એક વાર ગુજરાતીઓને જકડવાની તૈયારીમાં છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર રાજસ્થાન વિસ્તારમાં અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે કે જેના કારણે ઠંડા પવનો એટલે કે કોલ્ડ વેવ ગુજરાત તરફ ગતિ કરશે.

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ગુરુવાર સાંજથી જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધી અને મહત્તમ તાપમાનમાં 3થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ તો 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદના પણ વરતારા છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ગુરુવારે 20થી 25 કિલોમીટરની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. તોફાની પવનો સાથે ઠંડા પવનો જમીન તરફ આવશે અને તેથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. એટલે જે લોકોએ ગરમ કપડાંઓને માળિયે ચઢાવવાની તૈયારીઓ કરી લીધી હોય, તે લોકો સાવધાન થઈ જાય, કારણ કે હજી ઠંડીનો એક રાઉંડ બાકી છે.

[yop_poll id=1160]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault controls=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati