વિકાસના કામમાં વિલંબ થાય તો અધિકારીઓની ખૈર નથી: સીએમ યોગીનું એલાન

ઉત્તર પ્રદેશ સરકાર સતત વિકાસના પ્રોજેક્ટો પર ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠક યોજી હતી.

વિકાસના કામમાં વિલંબ થાય તો અધિકારીઓની ખૈર નથી: સીએમ યોગીનું એલાન
cm yogi adityanath
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Aug 18, 2022 | 7:42 PM

ઉત્તર પ્રદેશ સરકાર સતત વિકાસના પ્રોજેક્ટો પર ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠક યોજી હતી. જેમાં વિકાસ યોજનાઓમાં બિનજરૂરી વિલંબ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઈપણ વિલંબ માટે સંબંધિત વધારાના મુખ્ય સચિવ અને સચિવ સ્તરના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિવિધ વિકાસ યોજનાઓની સ્થિતિની સમીક્ષા કરતી વખતે મુખ્ય પ્રધાને વિકાસના પ્રોજેક્ટોમાં બિનજરૂરી વિલંબ અંગે સખત નારાજગી વ્યક્ત કરી છે.

અધિકારીઓને ચેતવણી આપતાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, જનહિતના કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈપણ પ્રકારની ગડબડ, ભ્રષ્ટાચાર અથવા બિનજરૂરી વિલંબની જાણ થશે તો સંબંધિત અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સ્તરના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. યોગીએ તમામ 18 વિભાગોમાં ચાલી રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા કરીને મુખ્ય સચિવને વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે.

‘જાહેર નાણા વેડફાય છે’

સરકારી સ્તરના અધિકારીઓ સાથે જિલ્લાવાર સમીક્ષા કરતી વખતે, આદિત્યનાથે જણાવ્યું હતું કે વિકાસ પ્રોજેક્ટ્સમાં વિલંબથી માત્ર જનતાના નાણાંનો બગાડ થતો નથી, પરંતુ જાહેર હિતને પણ અસર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટની ગુણવત્તા અને સમયબદ્ધતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને બિનજરૂરી રીતે વિલંબ કરવાની ટેવ છોડવી જોઈએ. મુખ્યમંત્રીએ છેલ્લા પાંચ મહિનામાં વિભાગોને જાહેર કરાયેલા પ્રોજેક્ટ મુજબના બજેટ, અત્યાર સુધીમાં થયેલા ખર્ચની વિગતો અને બાકીની રકમનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા અધિક મુખ્ય સચિવ, નાણાને નિર્દેશ આપ્યો છે. સીએમ યોગી આદિત્યનાથ આવતા અઠવાડિયે ફરી એકવાર પ્રોજેક્ટ મુજબના કામોની સમીક્ષા કરશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati