ફક્ત ચાર દિવસમાં 2 વાર Mount Everest પર કર્યું ચઢાણ, તોડયો ભારતીય પર્વતારોહીનો રેકોર્ડ

માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરવું મુશ્કેલભર્યું કામ છે, ત્યારે નેપાળના 43 વર્ષીય પર્વત ગાઈડ મિંગ્મા તેનજી શેરપાએ સિઝનના ટૂંકા ગાળામાં બે વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

  • Publish Date - 11:15 am, Fri, 14 May 21 Edited By: Bhavesh Bhatti
ફક્ત ચાર દિવસમાં 2 વાર Mount Everest પર કર્યું ચઢાણ, તોડયો ભારતીય પર્વતારોહીનો રેકોર્ડ
Mount Everest

Mount Everest : માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરવું મુશ્કેલભર્યું કામ છે. ત્યારે નેપાળના 43 વર્ષીય પર્વત ગાઈડ મિંગ્મા તેનજી શેરપાએ સિઝનના ટૂંકા ગાળામાં બે વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ માહિતી આયોજકો દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી. પૂર્વીય નેપાળના શંખુવાસભા જિલ્લાના રહેવાસી શેરપા પહેલી વાર 7 મેંની સાંજે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા અને તે પછી 11 મેની સવારે બીજી વાર વિશ્વના સૌથી ઉંચા પર્વત પર પહોંચ્યા.

પર્વતારોહણનું આયોજન કરનાર સેવન સમિટ ટ્રેક્સના પ્રમુખ મિંગ્મા શેરપાએ આ માહિતી આપી. મિંગમાએ કહ્યું કે તે માત્ર ચાર દિવસમાં જ બે વાર એવરેસ્ટની શિખર પર પહોંચ્યો છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ અગાઉ 2017 માં ભારતીય પર્વતારોહક અંશુ જામસેનપાએ 2017 માં 118 કલાક અને 15 મિનિટમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ પર ચડીને રેકોર્ડ બનાવ્યો હતો.

જોકે, કોઈ મહિલા પર્વતારોહીનો આ રેકોર્ડ હજી પણ તેના નામે છે. બીજી તરફ, થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ચીન વિશ્વના સૌથી ઉંચી પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ પર સરહદની રેખાંકન કરશે, જેથી નેપાળથી આવતા પર્વતારોહકોને તેમના ક્ષેત્રમાં આવવાનું રોકી શકાય. ચીનએ સરકારી મીડિયાએ આ પગલાને કોરોના વાયરસની મહામારીનું કારણ આપ્યું છે.

આ કાર્ય માટે તિબેટીયન પર્વતારોહીયોનું એક ગ્રુપ બનાવવામાં આવશે. સત્તાવાર સંવાદ એજન્સી, સિન્હુઆએ જણાવ્યું હતું કે, પર્વતોની ટોચ પર પહોંચતા પહેલા ચીનથી એક લાઇન બનાવવામાં આવશે. જો કે, હજી સુધી તે અસ્પષ્ટ છે કે ચીન દ્વારા આલાઈન શેનાથી બનાવવામાં આવશે. ઉત્તરમાં ચીન બાજુથી પર્વત પર ચડતા પર્વતારોહકોને આ વિભાજનક રેખાને પાર કરતા અટકાવવામાં આવશે જેથી તેઓ દક્ષિણ તરફથી ચડતા કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુના સંપર્કમાં ના આવે.

નેપાળ સરકાર અથવા પર્વતારોહણ અધિકારીઓએ આ વિભાજન લાઇન અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે કોરોના વાયરસના રોગચાળાને કારણે નેપાળ અને ચીને માઉન્ટ એવરેસ્ટ પર ચડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આ વર્ષે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે નેપાળએ 408 વિદેશીઓને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવાની મંજૂરી આપી હતી.