લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ખેલાયો ખુની ખેલ, જુઓ અથડામણનો આ VIDEO

લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં કેદીઓએ ખુબ હંગામો કર્યો છે. કેદીઓ દ્વારા કરવામાં આવેલી ધમાલ દરમિયાન પોલીસ અને કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ અથડામણમાં એક કેદીનુ મોત પણ થયુ છે. પોલીસે કેદીઓ પર કાબુ મેળવવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતુ. કલાકો સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાં બાદ કેડીઓ પર કાબુ […]

લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ખેલાયો ખુની ખેલ, જુઓ અથડામણનો આ VIDEO
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 10:31 AM

લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં કેદીઓએ ખુબ હંગામો કર્યો છે. કેદીઓ દ્વારા કરવામાં આવેલી ધમાલ દરમિયાન પોલીસ અને કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ અથડામણમાં એક કેદીનુ મોત પણ થયુ છે. પોલીસે કેદીઓ પર કાબુ મેળવવા માટે હવામાં ફાયરિંગ પણ કર્યું હતુ. કલાકો સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાં બાદ કેડીઓ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ બાબતે જાણ થતા લુધિયાણાની તમામ પોલીસ ફોર્સ અહીંયા પહોંચી હતી.

આ ધમાલ દરમિયાન કેટલાક કેદીઓ પણ ધાયલ થયા હતા. બાદમાં પોલીસે બળ પ્રયોગ કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: આગામી 5 દિવસ સુધી કેવી રહેશે વરસાદની પરિસ્થિતિ, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આ આગાહી

આ અથડામણ દરમિયાન કેટલાક પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે જેલના પરિસરમાં એક નાનકડા વિવાદ બાદ આ હંગામો શરૂ થયો હતો. પરિસરમાં હાજર બીજા કેદીઓએ ઘટનાનો લાભ ઉઠાવીને ધમાલ કરવાનુ શરૂ કરી અને ભાગવા લાગ્યા હતા. અમુક કેદીઓ દીવાલ કુદીને ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેમાં અમુક કેદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા અને અમુકને પકડી પાડવામાં આવ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસ દ્વારા ભાગેલા કેદીઓને શોધવા સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ અથડામણમાં પંજાબ પોલીસના એક ACP પણ ધાયલ થયા છે. જેલની અંદર આગચંપ પણ કરવામાં આવી હોય તેવી માહિતી મળી છે. અત્યાર સુધીમાં ભાગેલા કેદીઓમાંથી 4 ને પકડી પાડવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">