જુઓ VIDEO: દિલ્લી આઈટીઓ સર્કલ ખાતે પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ, પથ્થરમારો, લાઠીચાર્જ

દિલ્લીના નિર્ધારીત માર્ગે ટ્રેકટર રેલી યોજવા મંજૂરી આપી હોવા છતા, કૃષિ બીલ નાબુદીની માંગ સાથે અન્ય માર્ગે ટ્રેકટર રેલી યોજવા માંગતા ખેડૂતોને, દિલ્લીના આઈટઓ સર્કલ ખાતે ( ITO Circle) પોલીસ સાથે ઘર્ષણ થયુ હતું. પોલીસની મનાઈ છતા, રેલી યોજવા માંગતા ખેડૂતોને અટકાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટીયરગેસના સેલ છોડ્યા હતા. જ્યારે ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો.

  • Bipin Prajapati
  • Published On - 14:09 PM, 26 Jan 2021
Watch VIDEO: Police-farmers clash at Delhi ITO circle, stoning, baton charge

દિલ્લીના આઈટીઓ સર્કલ (ITO Circle) ખાતે, ટ્રેકટર રેલી યોજવા માંગતા ખેડૂતો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. તોફાને ચડેલા ખેડૂતોને, વિખેરી નાખવા માટે, પોલીસે બળપ્રયોગ કર્યો હતો. દિલ્લીના આઈટીઓ સર્કલ ખાતે, ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. તો પોલીસ ખેડૂતો ઉપર લાઠી સાથે તુટી પડી હતી. દિલ્લીમાં ટ્રેકટર રેલીના નામે ખેડૂતો-પોલીસ વચ્ચે થયેલા ધર્ષણથી અરાજકતા ફેલાવી દીધી હતી.