“મેડ ઈન ઈન્ડિયા”નાં નામે ચાઈનીઝ મોબાઈલ વેચી ભારતીયોને મુર્ખ બનાવવાની ચીનાઓની ચાલ, ખરીદદારો થાય સાવધાન, વેચાણમાં ઘટાડા બાદ ડ્રેગન બન્યું રઘવાયું, સ્ટોર સંચાલકોએ તોડફોડની વ્યક્ત કરી આશંકા

ભારતનાં વેપારીઓને ચાઈનીઝ પ્રોડક્ટ વગર નહી ચાલે તેવો દાવો કરનારા ચાઈનાએ ” મેડ ઈન ઈન્ડિયા”નાં નામ સાથે તેના મોબાઈલ પ્રોડક્ટ શાઓમીનું બ્રાન્ડીંગ કરવાની ફરજ પડી રહીછે. ભારતનાં વેપારીઓને ગ્લોબલ ટાઈમ્સનાં માધ્યમથી બેઈજ્જત કરતા રહેનારા ચાઈના માટે હવે પોતાને નીચાજોણું થયું છે. ચાઈનીઝ બ્રાંડનાં મોબાઈલ શાઓમીનાં વેચાણ પર અસર પડી શકવાની શક્યતા ઓલ ઈન્ડીયા મોબાઈલ રીટેઈલર્સ […]

મેડ ઈન ઈન્ડિયાનાં નામે ચાઈનીઝ મોબાઈલ વેચી ભારતીયોને મુર્ખ બનાવવાની ચીનાઓની ચાલ, ખરીદદારો થાય સાવધાન, વેચાણમાં ઘટાડા બાદ ડ્રેગન બન્યું રઘવાયું, સ્ટોર સંચાલકોએ તોડફોડની વ્યક્ત કરી આશંકા
http://tv9gujarati.in/china-o-ni-navi-…e-chinese-mobile/
Follow Us:
| Updated on: Jun 26, 2020 | 2:12 PM

ભારતનાં વેપારીઓને ચાઈનીઝ પ્રોડક્ટ વગર નહી ચાલે તેવો દાવો કરનારા ચાઈનાએ ” મેડ ઈન ઈન્ડિયા”નાં નામ સાથે તેના મોબાઈલ પ્રોડક્ટ શાઓમીનું બ્રાન્ડીંગ કરવાની ફરજ પડી રહીછે. ભારતનાં વેપારીઓને ગ્લોબલ ટાઈમ્સનાં માધ્યમથી બેઈજ્જત કરતા રહેનારા ચાઈના માટે હવે પોતાને નીચાજોણું થયું છે. ચાઈનીઝ બ્રાંડનાં મોબાઈલ શાઓમીનાં વેચાણ પર અસર પડી શકવાની શક્યતા ઓલ ઈન્ડીયા મોબાઈલ રીટેઈલર્સ એસોસિએશને વ્યક્ત કરી છે. એસોસીએશન દ્વારા ચાઈનીઝ મોબાઈલની આ બ્રાંડના સ્ટોર્સમાં તોડફોડની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેમણે લખેલા પત્રમાં બ્રાંડને વિનંતી કરી છે કે હાલનાં સમયમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બ્રાંડના ફ્લેક્સ અને બોર્ડ હટાવી દેવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે અન્ય કંપનીઓ પણ આવા પગલા ભરી શકે છે પરંતું તે સમયની રાહ જોઈ રહ્યા છે. જો કે શાઓમી દ્વારા આવા ઈ મેઈલ કે પત્રનો હજું સુધી કોઈ જવાબ નથી આપ્યો.

               ઓલ ઈન્ડીયા મોબાઈલ રીટેઈલર્સ એસોસિએશનનાં પ્રમુખે જણાવ્યું છે કે તાજેતરમાં જ અમુક અસામાજીક તત્વોએ વિવિધ માર્કેટની મુલાકાત લઈને વેપારીઓને ચિમકી આપી હતી કે તે ચાઈનીઝ મોબાઈલું બ્રાન્ડીંગ બંધ કરી દે નહિંતર તો તેમના સ્ટોર્સને તોડી નાખવામાં આવશે. આ ધમકીને તેઓ ગંભીર પણ લઈ રહ્યા છે કેમકે લોકોનાં ઝુનૂનમાં વધારો થાય છે તો રીટેઈલર્સની સુરક્ષા જોખમાઈ શકે છે અને આવા સમયમાં અગર ચાઈનીઝ મોબાઈલની બ્રાન્ડીંગનાં બોર્ડમાં કોઈ પણ તોડફોડ થશે તો તેના માટે રીટેઈલર્સની કોઈ જવાબદારી રહેશે નહીં સાથે જ સેલ્સમાં પણ ઘટાડો પણ નોંધાઈ શકે છે.

               હાલનાં સમયમાં ગ્રાહકો ચાઈનીઝ બ્રાંડ કરતા અન્ય ભારતીય બ્રાંડને વધારે પસંદ કરી રહ્યા છે. મોબાઈલ ફોન બનાવનારા હાલનાં સમયમાં ચૂપ થઈ ગયા છે, સૂત્રો કહી રહ્યા છે કે ચાઈનીઝ મોબાઈલનાં વેચાણમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. લગભગ બે મહિના જેવું લોક ડાઉન અને ઘરેથી કામ કરવાની સ્થિતિમાં મોબાઈલની જરૂરીયાતમાં એકદમ વધારો થઈ ગયો. ઘણી બધી કંપનીઓએ મોંધી કિંમતે પણ આયાત કરવાની ફરજ પડી છે કે જેથી માગને પુરી કરી શકાય. આ બધા સામે ચાઈનીઝ કંપનીઓતાજેતરની સ્થિતિ સામે સતત નજર રાખીને બેઠી છે સાથે જ સોશિયલ મિડિયા પર પણ મોનીટરીંગ કરી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

                      શાઓમી ભારતનાં હેડ, મનુ જૈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાઈના વિરોધી અભિયાન માત્ર સોશિયલ મિડિયા પુરતું મર્યાદિત છે તેનાથી દેશનાં વેપાર પર કોઈ અસર નહી પડે. 24 જૂનનાં રોજ કરેલા એક ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર 50 સેકન્ડનાં સેલમાં શાઓમીનાં રેડ-મી નોટ9 પ્રો મેક્સ આઉટ ઓફ ધ સ્ટોક થઈ ગયો છે. જણાવવું રહ્યું કે ભારતમાં મોબાઈલની ટોપ પાંચ બ્રાંડ પૈકી ચાર બ્રાંડ ચાઈનાથી છે કે જેમાં શાઓમી,વીવો, રીઅલ મી, ઓપ્પોનો સમાવેશ થાય છે.  માર્ચ 2020નાં ત્રિમાસીક ગાળામાં ભારતમાં આયાત થયેલા 32.5 મિલિયન સ્માર્ટ ફોન એટલે કે 3 કરોડ 20 લાખ આસપાસના 76%  એટલે કે 2 કરોડ 43 લાખ 20 હજાર જેટલા થવા જાય છે. ચાઈનીઝ બ્રાંડનાં વિરોધ વચ્ચે દક્ષિણ કોરીયાની સેમસંગ બીન ચીની કંપની બની છે કે જે ક્વાર્ટરમાં શીપમેન્ટનો 15.6% હિસ્સો ધરાવે છે. ચીન પછી ભારત સૌથી મોટું મોબાઈલનું માર્કેટ છે કે જેણે 2019નાં વર્ષમાં 152.5 મિલિયન સ્માર્ટ ફોનનું વહન કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">