નથી સુધરી રહ્યુ ચીન! ભારતીય સીમાની નજીક વસેલા તિબ્બતી ગામમાં તૈનાત કર્યા સૈન્ય રસોઇયા અને ડૉક્ટર્સ

સરકાર દ્વારા નિયંત્રિત ચાઈના ડેઈલી અખબારમાં ઓગસ્ટ 2021ના એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે તે સમયે ભારતીય સરહદને અડીને આવેલા ગામમાં 200 રહેવાસીઓ હતા.

નથી સુધરી રહ્યુ ચીન! ભારતીય સીમાની નજીક વસેલા તિબ્બતી ગામમાં તૈનાત કર્યા સૈન્ય રસોઇયા અને ડૉક્ટર્સ
China deploys army doctors and cooks in Tibetian village near India-China border
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 5:41 PM

ચીનની (China) પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. PLA ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને જાળવવા માટે દૂરના ગામડાના રહેવાસીઓને મદદ કરે છે. ચીનની સેનાનો ઈરાદો વિવાદિત સરહદ પર બેવડા ઉપયોગના આવાસની તૈયારી પર ભાર આપવાનો છે. નાગરિક-લશ્કરી સંસાધનોનો એકસાથે ઉપયોગ કરવાના આશયથી પીએલએ સ્થાનિક તિબેટીયનોને ચાઈનીઝ વાનગીઓ કેવી રીતે રાંધવી તે શીખવવા માટે લશ્કરી રસોઈયાને તૈનાત કરી રહી છે. આ કામ ભારતની સરહદની નજીક આવેલા ગામમાં થઈ રહ્યું છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ આ અઠવાડિયે સત્તાવાર લશ્કરી પોર્ટલમાં સ્પોટ રિપોર્ટનું ધ્યાન ચીનના છેલ્લા મોટા સરહદી ગામ યુમાઈ ગામ પર હતું. આ ગામ અરુણાચલ પ્રદેશના અપર સુબાનસિરી જિલ્લાથી માત્ર થોડા કિલોમીટર દૂર છે. લોંગજી કાઉન્ટીમાં યુમાઈ ગામ તિબેટ ઓટોનોમસ રિજન (TAR)ના શાનન પ્રદેશમાં આવેલું છે. આ વિસ્તાર ભારત અને ભૂટાનની સરહદે આવેલ છે. તે ચીનનું પ્રથમ ‘સારી રીતે બંધ ગામ’ ગણાય છે. આ ગામ 2017માં ચીનમાં ખૂબ હેડલાઈન્સમાં બન્યું, જ્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબેટીયન ભરવાડના પરિવારને એક પત્ર લખ્યો.

શી જિનપિંગે તેમના પત્રમાં આશા વ્યક્ત કરી હતી કે તેઓ ગાલસાંગ ફ્લાવર જેવા વધુ ભરવાડોને સરહદી વિસ્તારમાં સ્થાયી થવા અને ચીનના પ્રદેશોના રક્ષક બનવા માટે પ્રેરિત કરશે. કહેવાય છે કે કેટલાક દાયકાઓ પહેલા સુધી આ ગામ એક જ પરિવારનું ઘર હતું, પરંતુ હવે આ ગામમાં ડઝનબંધ પરિવારો રહે છે. લશ્કરી પોર્ટલ સમાચાર અહેવાલ આપે છે કે તાજેતરના વર્ષોમાં યુમાઈમાં ડામર રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીં શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશનો, અન્ય જાહેર સેવા સંસ્થાઓ અને એકમો બનાવવામાં આવ્યા છે. આ પછી, વધુને વધુ લોકો અહીં આવ્યા છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

અહેવાલમાં ગામની વસ્તીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે શા માટે વધુને વધુ લોકો આ દૂરના સ્થળે જઈ રહ્યા છે. સરકાર દ્વારા નિયંત્રિત ચાઈના ડેઇલી અખબારમાં ઓગસ્ટ 2021માં એક સમાચાર અહેવાલમાં જણાવાયું હતું કે તે સમયે ગામમાં 200 રહેવાસીઓ હતા. અહેવાલમાં જણાવાયું છે કે ‘ત્રણ વ્યક્તિની ટાઉનશીપ’ એક એવા સ્થાન સુધી વિસ્તરી છે જ્યાં 1999માં 20 અને 2009માં 30 રહેવાસીઓ હતા. હાલમાં, 200થી વધુ રહેવાસીઓ સાથે 67 પરિવારો અહીં રહે છે. તે એક સુંદર સ્થળ તરીકે સારી રીતે ઓળખાય છે. અહીં રહેતા ગ્રામજનો હવે વારાફરતી સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો – ભારતે પાકિસ્તાનનું નામ લીધા વિના UNમાં લગાવી ફટકાર, કહ્યું- આતંકી સમુહ પ્રતિબંધોથી બચવા માટે પોતાને ગણાવે છે માનવીય સંગઠન

આ પણ વાંચો – સાવધાન! Paracetamolના દૈનિક ઉપયોગથી વધે છે બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ, રિસર્ચે આપી ચેતવણી

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">