ચીનની ચિંતા વધી, ભારત અમેરિકા પરસ્પર સૈન્ય મદદ કરવા કટિબદ્ધ, રાજનાથસિંહ અને ઓસ્ટિનનું સંયુક્ત નિવેદન

અમેરિકાના સંરક્ષણ પ્રધાન Lloyd Austin ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર છે. આ દરમ્યાન રાજનાથસિંહે સંરક્ષણ ક્ષેત્ર અંગે નિવેદન આપ્યું છે કે ચીનની ચિંતા વધવાની છે.  રાજનાથસિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા એક બીજાને સૈન્યની મદદ કરવા સંમત થયા છે. 

ચીનની ચિંતા વધી, ભારત અમેરિકા પરસ્પર સૈન્ય મદદ કરવા કટિબદ્ધ, રાજનાથસિંહ અને ઓસ્ટિનનું સંયુક્ત નિવેદન
Rajnath Singh And Lloyd Austin in New Delhi
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 20, 2021 | 3:56 PM

અમેરિકાના સંરક્ષણ પ્રધાન Lloyd Austin ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર છે. આજે તેમની યાત્રાનો બીજો દિવસ છે. આજે તેમણે રાજનાથ સિંહ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી. વિજ્ઞાન ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં બેઠકમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણ આર્મી ચીફ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેની બાદ સંયુક્ત નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

રાજનાથસિંહના  નિવેદને  ચીનની ચિંતા વધારી 

રાજનાથસિંહે સંરક્ષણ ક્ષેત્ર અંગે નિવેદન આપ્યું છે કે ચીનની ચિંતા વધવાની છે.  રાજનાથસિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા એક બીજાને સૈન્યની મદદ કરવા સંમત થયા છે. સંયુક્ત નિવેદનમાં રાજનાથસિંહે કહ્યું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અમે સંરક્ષણ સહયોગ પર વિસ્તૃત વાત કરી અને લશ્કર-થી-લશ્કર જોડાણ માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. હું એ જણાવીને આનંદિત છું કે અમારી ચર્ચા ફળદાયી રહી છે,

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રાજનાથસિંહે કહ્યું, “અમે ઘણી દ્વિપક્ષીય અને બહુપક્ષીય કવાયતોની સમીક્ષા પણ કરી છે અને અમે ભારતીય સેના, યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ, સેન્ટર કમાન્ડ અને આફ્રિકા કમાન્ડના સહયોગ વધારવાની સંમતિ આપી છે.” રાજનાથસિંહે કહ્યું કે અમે LEMOA, COMCASA અને BECA કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ અગાઉ Lloyd Austin  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને પણ મળી ચૂક્યા હતા.અજિત ડોવલ સાથેની મુલાકાત દરમિયાન સુરક્ષા અને સંરક્ષણના વિવિધ પાસાઓ પર પરસ્પર હિત, વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના આક્રમક વર્તન સહિતની સામાન્ય ચિંતાઓ પર પણ આ સમયગાળા દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. ઓસ્ટિન શુક્રવારે ભારતની ત્રણ દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. જો- બિડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકાના ટોચના અધિકારીની આ પ્રથમ મુલાકાત છે.

અજિત ડોવાલને મળવા અંગે યુ.એસ.ના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિન

અજિત ડોવાલને મળવા અંગે યુ.એસ.ના સંરક્ષણ પ્રધાન Lloyd Austin એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારઅજિત ડોવાલ સાથે ગઈકાલે રાત્રે બેઠક મળી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, બંને દેશો વચ્ચે સહકારની જરૂરિયાત આપણી વચ્ચે મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદારીનું મહત્વ દર્શાવે છે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ઉદ્ભવેલા ગંભીર પડકારને દૂર કરવા અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ” આ સિવાય તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે આજે (શનિવાર) મહત્વપૂર્ણ બેઠકોની રાહ જોવાઇ રહી છે.

ભારત અને અમેરિકા તેમની વ્યૂહાત્મક ભાગીદારી માટે કટિબદ્ધ

શુક્રવારે લોઇડ ઓસ્ટિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પરસ્પર હિતોની ચર્ચા કરી હતી. આ પછી, પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ભારત અને અમેરિકા તેમની વ્યૂહાત્મક ભાગીદારી માટે કટિબદ્ધ છે, જે “વિશ્વની સુધારણા માટેનું એક બળ છે.” પીએમ મોદી અને લોઈડ ઓસ્ટિન વચ્ચે વડા પ્રધાન કચેરીએ એક નિવેદનમાં કહ્યું કે યુએસ સંરક્ષણ પ્રધાને દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધને મજબૂત બનાવવાની વોશિંગ્ટનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં અને તેનાથી આગળની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા ‘પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">