સાવધાન! ચીન ભારત પર સાઈબર એટેક કરવાની તૈયારીમાં, તમારી પાસે આ નામથી આવી શકે છે ઈમેઈલ
સરહદ પર ગતિવિધીઓની વચ્ચે ચીન ભારતની વિરૂદ્ધ વધુ એક અવળચંડાઈ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ ચીન ભારત પર સાઈબર એટેક કરી શકે છે. ભારત પર આ એટેક 21 જૂનથી થઈ શકે છે. આ સાઈબર એટેકમાં એક ઈમેઈલ- ncov2019.gov.inથી હુમલો થઈ શકે છે. આ ઈમેઈલનું સબ્જેક્ટ ‘Free Covid 19 Test’ હોઈ શકે છે. ચીની સાઈબર […]
સરહદ પર ગતિવિધીઓની વચ્ચે ચીન ભારતની વિરૂદ્ધ વધુ એક અવળચંડાઈ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ ચીન ભારત પર સાઈબર એટેક કરી શકે છે. ભારત પર આ એટેક 21 જૂનથી થઈ શકે છે. આ સાઈબર એટેકમાં એક ઈમેઈલ- ncov2019.gov.inથી હુમલો થઈ શકે છે. આ ઈમેઈલનું સબ્જેક્ટ ‘Free Covid 19 Test’ હોઈ શકે છે. ચીની સાઈબર એટેકથી બચવા માટે આ ઈમેઈલથી આવેલા મેઈલ કે એટેચમેન્ટ ખોલવા નહીં.
ચીન ભારતની વિરૂદ્ધ વધુ એક અવળચંડાઈ કરવાની તૈયારીમાં
ચીન ભારતની વિરૂદ્ધ વધુ એક અવળચંડાઈ કરવાની તૈયારીમાંHeena Chauhan#TV9News #TV9Live #China #India #cyberattack
TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, २० जून, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આશરે 20 લાખ લોકોના ઈમેઈલ ટાર્ગેટ પર છે. ખાનગી ઈમેઈલ પર હુમલો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા પર પણ એક સાઈબર એટેક થયો હતો. ગુપ્તચર એજન્સીઓએ સાઈબર એટેકને લઈ જાણકારી આપી છે, ત્યારબાદ 3-4 વેબસાઈટસ પર નજર પણ રાખવામાં આવી રહી છે. મળતી જાણકારી મુજબ ચાઈનીઝ હેકર આ સાઈબર એટેક માટે તૈયારીઓમાં જોડાઈ ગયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો