Child Vaccination : 15 થી 18 વર્ષની વયના બાળકો કોરોના વેક્સિન માટે આ તારીખથી કરી શકશે રજિસ્ટ્રેશન

શનિવારે દેશને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 15 થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોના વેક્સિન અને વરિષ્ઠ નાગરિકો માટે રસીના બૂસ્ટર ડોઝ (Booster Dose) અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

Child Vaccination : 15 થી 18 વર્ષની વયના બાળકો કોરોના વેક્સિન માટે આ તારીખથી કરી શકશે રજિસ્ટ્રેશન
Child Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 1:35 PM

Child Vaccination :  COWIN પ્લેટફોર્મ ચીફ ડૉ. આરએસ શર્માએ (Dr RS Sharma) જણાવ્યુ કે, 15-18 વર્ષની વય જૂથના બાળકો 1 જાન્યુઆરીથી કોવિન એપ્લિકેશન(COWIN APP)  પર નોંધણી કરી શકશે. ઉપરાંત રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ માટે આઈડી કાર્ડનો(ID Card)  વિકલ્પ ઉમેર્યો છે.જેથી વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ કે અન્ય ઓળખ કાર્ડ ન હોય તો આ વિકલ્પ તેના માટે ઉપયોગી સાબિત થશે.

આ તારીખથી બાળકોનુ રસીકરણ અભિયાન શરૂ થશે

શનિવારે દેશને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 15 થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી અને વરિષ્ઠ નાગરિકો માટે રસીના બૂસ્ટર ડોઝ (Booster Dose) અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.તમને જણાવી દઈએ કે, 3 જાન્યઆરીથી બાળકોનુ રસીકરણ (Child Vaccination) અભિયાન શરૂ કરવામાં આવશે.

ભારત પહેલા આ દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું

ઉલ્લેખનીય છે કે, ભારત પહેલા પણ ઘણા દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. જોકે વય મર્યાદા ભારતથી અલગ રાખવામાં આવી છે. યુકેમાં 12-15 વર્ષના, ડેનમાર્કમાં 12-15 વર્ષ, સ્પેનમાં 12-19 વર્ષ, ફ્રાન્સમાં 12-17 વર્ષ, સ્વીડનમાં 12-15 વર્ષ, નોર્વેમાં 12-15 વર્ષ, યુએસ અને કેનેડામાં 12- 17 વર્ષના બાળકો, ઇઝરાયેલમાં 5-12 વર્ષ, ચીન અને 3-17 વર્ષનાં બાળકો અને ચિલીમાં 6 વર્ષથી પણ રસી આપવામાં આવી રહી છે.ક્યુબામાં આ રસી 2 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવે છે. હાલ ઓછામાં ઓછા 40 દેશોમાં બાળકોને રસી આપવામાં આવી રહી છે.

શું બાળકોને અન્ય લોકો જેટલો જ ખતરો ?

કેટલાક દેશોમાંઓછામાં ઓછા 12 વર્ષની ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ મર્યાદા 15 વર્ષની છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વેક્સિન ન લીધેલા બાળકોને કોરોના ચેપનું જોખમ અન્ય લોકો જેટલું જ છે.

આ પણ વાંચો: પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ અને અમરિન્દર સિંહની મુલાકાત, આ મુદ્દા પર થઈ વાતચીત

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાનુ તાંડવ : આ શૈક્ષણિક સંસ્થાના 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">