પઠાણકોટ પહોંચ્યા સેના પ્રમુખ જનરલ નરવણે, ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા

પઠાણકોટ પહોંચ્યા સેના પ્રમુખ જનરલ નરવણે, ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા


ચીફ ઓફ આર્મી સ્ટાફ અને ભારતીય સેનાના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ આજે જમ્મૂ-પઠાણકોટ રીઝનનો પ્રવાસ કર્યો. જનરલ નરવણેએ રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના અગ્રિમ વિસ્તારમાં તૈનાત સૈનિકો, સુરક્ષા વ્યવસ્થા અને ઓપરેશનની તૈયારીઓ સંબંધિત જાણકારી લીધી. સેના પ્રમુખે ગુર્જ ડિવીજનના અગ્રિમ વિસ્તારની પણ મુલાકાત લીધી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જિઓસી ગુર્જ ડિવિઝનના મેજર જનરલ વાઈ પી ખંડૂરીએ સેના પ્રમુખને સુરક્ષા વ્યવસ્થા અને ઓપરેશનલ તૈયારીઓ સંબંધિત જાણકારી આપી. જનરલ નરવણેએ સૈન્ય અધિકારીઓ સાથે સાફ કરી દીધું કે પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘન અને આતંકીઓની ઘુસણખોરીને લઈ જિરો ટોલરન્સની નીતિ છએ. તેમને કહ્યું કે સેના અને સરકારની તમામ એજન્સીઓ સતત મળી કામ કરી રહી છે. જનરલ નરવણેએ કહ્યું કે અમે વિરોધીઓ તરફથી છેડવામાં આવી રહેલા યુદ્ધને નાકામ કરવા માટે સાથે મળી કામ કરતાં રહીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati