Chhattisgarh : નક્સલીઓએ CRPFના કોબ્રા કમાન્ડો Rakeshwar Singhને મૂક્ત કર્યો, પત્નીએ સરકારનો આભાર માન્યો

Chhattisgarh : 3 એપ્રિલે છત્તીસગઢના બીજપુરમાં CRPFના જવાનો પર નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો

Chhattisgarh : નક્સલીઓએ CRPFના કોબ્રા કમાન્ડો Rakeshwar Singhને મૂક્ત કર્યો, પત્નીએ સરકારનો આભાર માન્યો
CRPF Cobra Commando Rakeshwar Singh
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 7:11 PM

Chhattisgarh : છત્તીસગઢના બીજપુરમાં નક્સલવાદી હુમલામાં અપહરણ કરાયેલા CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહ ( CRPF Cobra Commando Rakeshwar Singh ) ને નક્સલવાદીઓએ છોડી દીધો છે. પતિની મુક્તિ પર રાકેશ્વરસિંહની પત્નીએ સરકારનો આભાર માન્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાકેશ્વર સિંહ જંગલમાંથી પાછા આવી રહ્યા છે.

છત્તીસગઢ સરકારની મધ્યસ્થતાની જાહેરાત બાદ મુક્ત કરાયો છત્તીસગઢમાં નક્સલવાદી હુમલા દરમિયાન નક્સલવાદીઓ દ્વારા પકડાયેલા CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહ ( CRPF Cobra Commando Rakeshwar Singh ) ને મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ નક્સલવાદીઓ દ્વારા બે પાનાનું નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહને મન્હાસ તેમના કબજામાં છે. પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) એ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ગુમ થયેલ જવાન 3 એપ્રિલના રોજ થયેલ એન્કાઉન્ટર બાદથી તેમના કબજામાં છે. નક્સલવાદીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મંત્રણા માટે મધ્યસ્થીની જાહેરાત કરશે પછી જ CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહને મુક્ત કરવામાં આવશે.

રાકેશ્વરસિંહના પરિવારે વડાપ્રધાન મોદી પાસે માંગી હતી મદદ છત્તીસગઢના બીજપુરમાં નક્સલવાદી હુમલા બાદ જ્યારથી CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહ અપહરણના સમાચાર સામે આવ્યાં ત્યારથી જમ્મુમાં તેના પરિવારના સભ્યો ચિંતામાં ઘેરાયા હતા. રાકેશ્વરસિંગને નક્સલીઓ પાસેથી મુક્ત કરાવવા માટે રાકેશ્વરસિંહના પરિવારે વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી હતી. બુધવારે રાકેશ્વરસિંહને નક્સલવાદીઓના કબ્જામાંથી મુક્ત કરવા માટે પંગાલી, ભોરપુર, દાનપુર, મટ્ટુ, ચક મલાલ સહિતના અનેક ગામોના લોકોએ દેખાવો કર્યા હતા. આ દરમિયાન ગામના મટ્ટુ પુલી નજીક અખનૂર-પાલનવાલા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નક્સલવાદીઓએ એક પત્રકાર દ્વારા દાવો કર્યો હતો સોમવારે સુકમાના એક પત્રકારે દાવો કર્યો હતો કે રાકેશ્વરસિંહ ( CRPF Cobra Commando Rakeshwar Singh ) નક્સલવાદીઓના કબજામાં છે. નક્સલવાદી સંગઠન PLGA એ સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન 14 હથિયારો, 2,000 થી વધુ કારતૂસ અને અન્ય ઘણી સહાયક સામગ્રી તેમના કબ્જામાં હોવાનો દાવો પણ કર્યો હતો અને તે શસ્ત્રો અને કારતૂસનાં ફોટોગ્રાફ્સ પણ બહાર પાડ્યાં હતાં.

3 એપ્રિલે થયેલા હુમલામાં 22 જવાન શહીદ 3 એપ્રિલે છત્તીસગઢના બીજપુરમાં CRPFના જવાનો પર નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલામાં CRPFના 22 જવાન શહીદ થયા હતા. નક્સલવાદી સૈનિકોના ઘણા શસ્ત્રો પણ લઈ ગયા હતા. આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન શાહે બસ્તરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને રાયપુરની હોસ્પિટલોમાં દાખલ ઈજાગ્રસ્ત જવાનોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે નક્સલવાદ સામેની લડત ચાલુ રાખવામાં આવશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">