છત્તીસગઢ : બીજાપુર નક્સલ એન્કાઉન્ટરમાં 22 જવાનો શહીદ, અન્ય જવાનોની શોધખોળ ચાલુ

છત્તીસગઢમાં શનિવારે નક્સલવાદીઓએ બસ્તરના બીજપુરમાં 700 સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 22 જવાનો શહીદ થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ માહિતી બીજાપુરના એસ.પી. કમલોચન કશ્યપે આપી  હતી.

  • tv9 webdesk33
  • Published On - 13:05 PM, 4 Apr 2021
છત્તીસગઢ : બીજાપુર નક્સલ એન્કાઉન્ટરમાં 22 જવાનો શહીદ, અન્ય જવાનોની શોધખોળ ચાલુ
બીજાપુર નક્સલ એન્કાઉન્ટરમાં 22 જવાનો શહીદ

છત્તીસગઢમાં શનિવારે નક્સલવાદીઓએ બસ્તરના Bijapurમાં 700 સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 22 જવાનો શહીદ થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ માહિતી Bijapurના એસ.પી. કમલોચન કશ્યપે આપી  હતી. Bijapur ના ટેર્રેમ વિસ્તારમાં જોનાગુડા ટેકરીઓ પાસે નક્સલવાદીઓ દ્વારા આશરે 700 સૈનિકને ઘેરી લેવામાં આવ્યા હતા. તેમજ ત્રણ કલાકના  એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ પણ માર્યા ગયા છે. લગભગ 30 જવાન ઘાયલ થયા છે.

એન્કાઉન્ટર બાદ 21 જવાન લાપતા 

આ એન્કાઉન્ટર બાદ 21 જવાન લાપતા  થયા છે. છત્તીસગઢ પોલીસના 15, સીઆરપીએફના સાત જવાન લાપતા છે. જે વિસ્તારમાં મુકાબલો થયો હતો તે વિસ્તાર નક્સલવાદીઓનો વિસ્તાર છે. જ્યાં 20 દિવસ પહેલા યુએવી ફોટોગ્રાફ્સ પરથી મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની જાણ થઈ હતી.

નક્સલવાદીઓએ 700 સૈનિકોને ઘેરી લીધા હતા

સુરક્ષા દળોએ જોનાગુડાની ટેકરીઓ પર પડાવ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે રાત્રે સીઆરપીએફના કોબ્રા કમાન્ડોઝ, સીઆરપીએફ બસ્તરિયા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના બે હજાર જવાનોએ કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ શનિવારે નક્સલવાદીઓએ 700 સૈનિકોને ઘેરી લીધા હતા અને ત્રણ બાજુ ફાયરિંગ શરુ કર્યું હતું.

પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે 180 નક્સલવાદીઓ સિવાય કોંટા ક્ષેત્ર સમિતિ, પમ્હેદ વિસ્તાર સમિતિ, જાગરગુંડા વિસ્તાર સમિતિ અને બાસગુડા વિસ્તાર સમિતિના 250 જેટલા નક્સલવાદીઓ હતા. એવા અહેવાલ મળ્યા છે કે નક્સલવાદીઓ મૃતદેહને બે ટ્રેક્ટરમાં લઈ ગયા હતા.

સીઆરપીએફના ડીજી છત્તીસગઢ પહોંચ્યા
દરમિયાન સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહ છત્તીસગઢ પહોંચ્યા છે. આ સમય દરમિયાન, તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે બીજાપુરમાં ઓપરેશન બાદ ગૃહ મંત્રાલયે તેમને સ્થળ પર જવા સૂચના આપી હતી. ડીજીને બીજપુર મોકલવાની સાથે ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢ ના મુખ્ય પ્રધાન સાથે પણ સંપર્કમાં છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે સૈનિકોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. મારી સંવેદના છત્તીસગઢમાં શહીદ સૈનિકોના પરિવાર સાથે છે. બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.