છત્તીસગઢ : બીજપુરમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 5 જવાન શહીદ , 10 થી વધુ ઘાયલ

છત્તીસગઢના નકસલ પ્રભાવિત બીજપુર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં પાંચ સૈનિકોનાં મોત થયા છે અને 10 અન્ય સૈનિકો ઘાયલ થયાના અહેવાલ છે. એન્કાઉન્ટરમાં કેટલાક નક્સલવાદીઓ પણ માર્યા ગયા હોવાની સંભાવના છે.

  • tv9 webdesk33
  • Published On - 19:35 PM, 3 Apr 2021
છત્તીસગઢ : બીજપુરમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 5 જવાન શહીદ , 10 થી વધુ ઘાયલ
બીજપુરમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 5 જવાન શહીદ

Chhattisgarh  ના નકસલ પ્રભાવિત બીજપુર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં પાંચ સૈનિકોનાં મોત થયા છે અને 10 અન્ય સૈનિકો ઘાયલ થયાના અહેવાલ છે. એન્કાઉન્ટરમાં કેટલાક નક્સલવાદીઓ પણ માર્યા ગયા હોવાની સંભાવના છે.

રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડી.એમ. અવસ્થીએ શનિવારે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, બીજપુર જિલ્લાના તરેમ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના પાંચ જવાન શહીદ થયા છે. આ ઘટનામાં અન્ય 10 જેટલા જવાન ઘાયલ થયાના અહેવાલ છે.

અવસ્થીએ જણાવ્યું હતું કે સીઆરપીએફની કોબ્રા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના જવાનોને ટેરેમ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં રવાના કરવામાં આવી હતી. આ લોકોએ તે વિસ્તારમાં હતા ત્યારે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.તેમણે કહ્યું કે સુરક્ષા દળના જવાનોએ પણ સામે ફાયરીંગ કર્યું છે. આ ઘટનામાં કેટલાક નક્સલવાદીઓનાં મોત પણ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ જવાનને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

23 માર્ચના રોજ નક્સલવાદીઓએ  સૈનિકો ભરેલી બસ બ્લાસ્ટ કરી હતી 

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 23  માર્ચ  2021  ના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં Naxal હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નક્સલવાદીઓએ સૈનિકોથી ભરેલી બસને બ્લાસ્ટ કરી દીધી હતી . નક્સલવાદીઓના આ હુમલામાં ૮ જવાનો શહીદ થયા છે અને 20 થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનામાં માહિતી મુજબ સતત 3 આઈઈડી બ્લાસ્ટ થયા હતા.

આ ઘટનામાં આઠ સૈનિકો શહીદ થયા

Chhattisgarh  ના ડીજીપી ડીએમ અવસ્થીએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નક્સલવાદીઓએ   છત્તીસગઢના Naxal પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં કડમેતા અને કન્હરગાંવ વચ્ચેના લેન્ડમાઇન ગોઠવીને સુરક્ષા દળોની બસ ઉડાવી દીધી હતી. આ ઘટનામાં આઠ સૈનિકો શહીદ થયા છે જ્યારે અન્ય ઘણા જવાન ઘાયલ થયા છે.

સુરક્ષા દળો નક્સલવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન કરે છે 

ઉલ્લેખનીય છે કે Chhattisgarh ના અમુક વિસ્તારોમાં સતત સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સામસામા હુમલામાં કરવામાંઆવી રહ્યા છે. જેમાં છત્તીસગઢમાં અનેક વાર સરકારે નક્સલીઓને આત્મ સમર્પણ કરવા માટે પણ અપીલ કરી છે. જો કે નક્સલી સતત સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી તેવો સુરક્ષા દળોને આખી બસોને લેન્ડમાઇન પાથરીને ઉડાવી દેવાની પ્રવુતિ સતત કરી રહ્યા છે. તેમજ સુરક્ષા દળો નક્સલવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન સતત ચલાવતા હોય છે.